અમદાવાદ : રાજ્યમાં વરસાદનો વધુ એક રાઉન્ડ આવશે, આગામી પાંચ દિવસ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી

0
15

અમદાવાદ: રાજ્યમાં વરસાદનાં વિરામ બાદ આગામી પાંચ દિવસ ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.હવામાન વિભાગની આગાહી મુજબ ઉત્તરપૂર્વ અરેબિયન સમુદ્ર અને તેને સંલગ્ન સૌરાષ્ટ્રમાં અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાયું છે. જેના કારણે ગુજરાતનાં અનેક જિલ્લાઓમાં વરસાદ પડી શકે છે. હવામાન વિભાગની આગાહી મુજબ, 24મીએ પોરબંદર, 25મીએ વલસાડ, નવસારી, દમણ, દાદરા નગર હવેલી અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં જ્યારે 26 અને 27 ઓગસ્ટનાં રોજ સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

કયા કયા વિસ્તારોમાં વરસાદની આગાહી
આ ઉપરાંત સાબરકાંઠા, અરવલ્લી, વડોદરા, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, ખેડા, મહીસાગર જિલ્લામાં ભારે થી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ખેડા, વડોદરા, પંચમહાલ, દાહોદ, નર્મદા,અરવલ્લી, દાહોદ, મહિસાગર, પાટણ, બનાસકાંઠા, વડોદરા, પંચમહાલ, નર્મદા, ભરૂચ, સુરતમાં પણ વરસાદની આગાહી છે. આ ઉપરાંત 28મીએ મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અમદાવાદ, પંચમહાલ, મોરબી, ભાવનગર, ગીર સોમનાથમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here