વેસ્પાના નવાં બે સ્કૂટર Vespa VXL અને SXL શોકેસ થયાં, ₹1 હજારમાં કંપનીની વેબસાઇટ પરથી બુક કરી શકાશે

0
14

દિલ્હી. Piagio ઇન્ડિયાએ તેનાં બે નવા સ્કૂટર્સ Vespa VXL અને Vespa SXLને નવા ફેસલિફ્ટ મોડેલમાં શોકેસ કર્યાં છે. કંપનીના અન્ય સ્કૂટર્સની જેમ 2020 Vespa VXL અને 2020 Vespa SXL પણ 125cc અને 150cc એન્જિન ઓપ્શનમાં અવેલેબલ છે. Vespa VXL અને SXL ફેસલિફ્ટ સ્કૂટર્સમાં નવાં BS6 કમ્પ્લાયન્ટ એન્જિન સાથે કોસ્મેટિક અપગ્રેડ્સ અને નવાં ફીચર્સ સામેલ કરવામાં આવ્યાં છે.

કંપનીની વેબસાઇટ પરથી બુકિંગ
વેસ્પાના બંને નવાં સ્કૂટર્સનું બુંકિંગ કંપનીની વેબસાઇટ પરથી 1 હજાર રૂપિયામાં કરી શકાશે. તેની ખરીદદારી પર વેસ્પા 2 હજાર રૂપિયા સુધીના બેનિફિટ્સ પણ આપી રહી છે.

ફીચર્સ
વેસ્પા VXL અને SXL ફેસલિફ્ટ સ્કૂટર્સ પહેલાંની જેમ જ મોનોકોક સ્ટીલ બોડી અને 5 સ્પોક એલોય વ્હીલ્સ સાથે રેટ્રો ઇટાલિયન સ્ટાઇલિંગમાં આવ્યાં છે. અપડેટેડ મોડેલ્સમાં નવી LED હેડલાઇટ અને LED DRL પણ આપવામાં આવી છે. આ ઉપરાંત, સ્કૂટર્સમાં USB ચાર્જિંગ પોર્ટ, બૂટ લાઇટ, અડજસ્ટેબલ રિઅર સસ્પેન્શન આપવામાં આવ્યા છે. ફ્રંટમાં ટેલિસ્કોપિક ફ્રંટ ફોર્ક્સ સસ્પેન્શન છે.

એન્જિન ડિટેલ્સ
અપડેટેડ વેસ્પા VXL અને SXL સ્કૂટરમાં BS6 કમ્પ્લાયન્ટ એન્જિન આપવામાં આવ્યાં છે. SXL 125 અને VXL 125માં 124.45cc, સિંગલ સિલિન્ડર ફ્યુલ ઇન્જેક્ટેડ એન્જિન છે, જે 9.9hp પાવર અને 9.6Nm ટોર્ક જનરેટ કરે છે. તેમજ, SXL 150 અને VXL 150 સ્કૂટર્સમાં 149.5cc, સિંગલ સિલિન્ડર ફ્યુલ ઇન્જેક્ટેડ એન્જિન છે, જે 10.5hp પાવર અને 10.6Nm ટોર્ક જનરેટ કરે છે. બંને એન્જિન CVT ઓટોમેટિક યૂનિટથી સજ્જ છે.

બ્રેકિંગ
વેસ્પા SXL અને VXL સ્કૂટર્સના ફ્રંટમાં ડિસ્ક અને રિઅરમાં ડ્રમ બ્રેક આપવામાં આવી છે. 125cc સ્કૂટર્સ CBS (કમ્બાઇન્ડ બ્રેકિંગ સિસ્ટમ) અને 150ccવાળા સ્કૂટર્સ ABS (એન્ટિ-લોક બ્રેકિંગ સિસ્ટમ)થી સજ્જ છે.

લોન્ચિંગ ડિટેલ્સ
અપડેટેડ SXL અને VXL સ્કૂટર્સ આ મહિનાના અંત સુધીમાં લોન્ચ થશે. કંપનીનું કહેવું છે કે, આ નવાં સ્કૂટર્સ ડીલરશિપ પર પહોંચવાના શરૂ થઈ ગયાં છે.

કિંમત
કંપનીએ હજી સુધી આ નવાં સ્કૂટર્સની કિંમત જાહેર નથી કરી. જો કે, VXL 150ના કરન્ટ મોડેલની કિંમત 1.21 લાખ રૂપિયા અને SXL 150ની કિંમત 1.25 લાખ રૂપિયા છે. તેમજ, VXL 125 અને SXL 125 સ્કૂટર્સના કરન્ટ મોડેલની કિંમત અનુક્રમે 1.08 અને 1.12-1.14 લાખ રૂપિયા વચ્ચે છે. ફેસલિફ્ટમોડેલ્સમાં બહુ વધારે ફેરફાર કરવામાં નથી આવ્યા. તેથી, નવાં મોડેલ્સની કિંમત કરન્ટ મોડેલ્સની આજુબાજુ રહેવાની શક્યતા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here