વેટરન એક્ટ્રેસ વિદ્યા સિન્હાને હોસ્પિટલમાં એડમિટ કરાયાં, નાજુક હાલતને કારણે વેન્ટિલેટર રાખવામાં આવ્યાં

0
63

બોલિવૂડ ડેસ્ક: વેટરન એક્ટ્રેસ વિદ્યા સિન્હાની તબિયત અચાનક ખરાબ થઇ ગઈ છે. તેમને ગંભીર હાલતમાં જુહુની હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યાં છે. રિપોર્ટ્સ મુજબ બે દિવસ પહેલાં એક્ટ્રેસની અચાનક તબિયત ખરાબ થતાં તેમને હોસ્પિટલ ખેસડવામાં આવ્યાં હતાં. તેમની હાલતમાં હજુ કોઈ સુધારો આવ્યો નથી અને તેઓને વેન્ટિલેટર પર જ રાખવામાં આવ્યાં છે.

ફેફસાં અને હૃદય સંબંધી બીમારી
એક અંગ્રેજી ન્યૂઝ વેબસાઈટ મુજબ, 72 વર્ષીય વિદ્યાને ફેફસાં અને હૃદય સંબંધી બીમારી છે. અમુક વર્ષ પહેલાં તેમને ફેફસાંની ગંભીર બીમારીમાંથી પસાર થવું પડ્યું હતું. ત્યારથી તે આ બીમારી સામે લડી રહ્યાં છે. પરંતુ હવે તેમને હૃદયની પણ બીમારી થઇ છે. વિદ્યાએ ‘છોટી સી બાત’, ‘રજનીગંધા’, ‘પતિ પત્ની ઔર વો’, ‘મીરા’, ‘સબૂત’, ‘સ્વયંવર’, ‘લવ સ્ટોરી’ જેવી ફિલ્મોમાં કામ કર્યું હતું. આ સિવાય તેમણે ટીવી શોમાં પણ કામ કર્યું છે. હાલ સ્ટાર પ્લસ પર આવતી સિરિયલ ‘કુલ્ફી કુમાર બાજેવાલા’માં પણ તેઓ સામેલ હતાં.

2009માં બીજા પતિ વિરુદ્ધ એફઆઈઆર કરી હતી 
વિદ્યા તેમની રીલ લાઈફ સિવાય રિયલ લાઈફને લઈને પણ ઘણા ચર્ચામાં રહ્યાં હતાં. તેમણે 2009માં તેમના બીજા પતિ નેતાજી ભીમ રાવ સાલુંકે વિરુદ્ધ પોલીસ ફરિયાદ દાખલ કરાવી હતી. તેમણે તેના પર મેન્ટલી અને ફિઝિકલી હેરેસમેન્ટનો આરોપ લગાવ્યો હતો. તેમણે પતિ વિરુદ્ધ કેસ કર્યો હતો જે તેઓ જીતી ગયાં હતાં. ત્યારબાદ બંનેએ ડિવોર્સ લઇ લીધા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here