Thursday, April 18, 2024
Homeવરિષ્ઠ બોલિવૂડ એક્ટ્રેસ શશિકલા ઓમ પ્રકાશ સાયગલનું 88 વર્ષની ઉંમરમાં અવસાન થયું
Array

વરિષ્ઠ બોલિવૂડ એક્ટ્રેસ શશિકલા ઓમ પ્રકાશ સાયગલનું 88 વર્ષની ઉંમરમાં અવસાન થયું

- Advertisement -

વરિષ્ઠ બોલિવૂડ એક્ટ્રેસ શશિકલા ઓમ પ્રકાશ સાયગલનું 88 વર્ષની ઉંમરમાં આજે એટલે કે 4 એપ્રિલના રોજ બપોરે 12 વાગે મુંબઈના કોલાબામાં અંતિમ શ્વાસ લીધાં હતાં. મહારાષ્ટ્રીયન પરિવારમાં જન્મેલા શશિકલાએ નાની ઉંમરથી બોલિવૂડમાં કામ કરવાની શરૂઆત કરી હતી. સ્ક્રિપ્ટ રાઈટર કિરણ કોટરિયાલે સો.મીડિયામાં શશિકલાને શ્રદ્ધાંજલિ આપતી પોસ્ટ શૅર કરી હતી.

પરિવારે હજી સુધી પુષ્ટિ કરી નથી

શશિકલાના પરિવારે હજી સુધી કોઈ નિવેદન આપ્યું નથી કે એક્ટ્રેસનું મોત કયા કારણોસર થયું હતું.

પૈસાદાર ઘરમાં જન્મ

4 ઓગસ્ટ, 1932માં મહારાષ્ટ્રના સોલાપુરમાં જન્મેલા શશિકલાના પિતા અમીર હતા. શશિકલાના પિતા સોલાપુરમાં કપડાંનો બિઝનેસ કરતાં હતાં. એક્ટ્રેસે એક ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે તેમના પિતા તમામ કમાણી નાના ભાઈને મોકલી દેતા હતા. તે લંડનમાં અભ્યાસ કરતો હતો. તેઓ છ ભાઈ-બહેન હતા. પિતાએ પરિવારને બદલે ભાઈની જરૂરિયાતને વધુ મહત્ત્વ આપ્યું હતું.

શશિકલા દીકરી તથા જમાઈ સાથે રહેતાં હતાં

શશિકલા દીકરી તથા જમાઈ સાથે રહેતાં હતાં

ભાઈએ વિશ્વાસઘાત કર્યો

શશિકલાએ આગળ કહ્યું હતું કે એક સમયે તેમના કાકાને સારી નોકરી મળી ગઈ, પરંતુ તે મોટાભાઈના પરિવારને ભૂલી ગયો. તેના પિતા દેવાદાર બની ગયા હતા. તે સમયે તેમને આઠ-આઠ દિવસ સુધી જમવાનું મળ્યું નહોતું. તેઓ રાહ જોતા કે કોઈ તેમને ઘરે જમવા બોલાવે.

11 વર્ષની ઉંમરમાં કામ શોધવાની શરૂઆત કરી

શશિકલા નાનપણથી જ દેખાવમાં સુંદર હતાં. સોલાપુરમાં તેમના પિતા પાસે પૈસા નહોતા. તેઓ એમ વિચારીને મુંબઈ આવ્યા કે અહીંયા શશિકલાને કંઈક કામ મળી જશે. આ સમયે શશિકલાની ઉંમર 11 વર્ષની હતી. મુંબઈ આવ્યા બાદ શશિકલાએ એક સ્ટૂડિયોથી બીજા સ્ટૂડિયોના ચક્કર કાપવાના શરૂ કર્યા હતા.

કામ ના મળતાં લોકોના ઘરે નોકરાણી બનીને કામ કર્યું

મુંબઈમાં શશિકલાએ ઘણો જ પ્રયાસ કર્યો, પરંતુ કામ મળ્યું નહીં. અંતે તેમણે લોકોના ઘરે નોકરાણીને બનીને કામ કરવાની શરૂઆત કરી હતી. આ જ રીતે એકવાર તેઓ એક્ટ્રેસ તથા સિંગર નૂરજહાંને મળ્યા હતા. નૂરજહાંને શશિકલાની સુંદરતા ગમી અને તેમણે તેમના પતિ શૌકત રિઝવીને કહીને શશિકલાને એક ફિલ્મમાં કામ અપાવ્યું હતું.

પહેલી ફિલ્મ માટે 25 રૂપિયા મળ્યાં હતાં

શશિકલાને 13 વર્ષની ઉંમરમાં એટલે કે 1945માં ફિલ્મ ‘ઝિન્નત’ મળી હતી. આ ફિલ્મ માટે તેમને 25 રૂપિયા મળ્યા હતા. ત્યારબાદ તેમણે અનેક ફિલ્મમાં કામ કર્યું હતું.

'ડાકુ'માં શમ્મી કપૂર સાથે શશિકલા

‘ડાકુ’માં શમ્મી કપૂર સાથે શશિકલા

લગ્ન કર્યાં, પરંતુ સુખી ના થયા

શશિકલાએ એક્ટર કે એલ સાયગલના સંબંધી ઓમ પ્રકાશ સાયગલ સાથે લગ્ન કર્યા હતા. લગ્ન બાદ શશિકલાએ બે દીકરીઓને જન્મ આપ્યો હતો. જોકે, થોડાં સમય બાદ શશિકલા તથા તેમના પતિ વચ્ચે ઝઘડા થવા લાગ્યાં હતાં. તેમના સંબંધોમાં ખટાશ આવી ગઈ હતી.

પરિવાર છોડીને વિદેશ જતાં રહ્યાં

એક દિવસ શશિકલા ઘર-પરિવાર તથા દીકરીઓને તરછોડીને વિદેશ જતાં રહ્યાં હતાં. શશિકલાએ એક ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે જ્યારે વ્યક્તિનો સમય ખરાબ હોય ત્યારે બુદ્ધિ ભ્રષ્ટ થઈ જાય છે. તેમની સાથે પણ એમ જ થયું હતું. જે વ્યક્તિ સાથે તે વિદેશ ગયાં હતાં, તેણે મેન્ટલી અને ફિઝિકલી તેમને ખૂબ ટોર્ચર કર્યાં હતાં. મુશ્કેલીથી તેમણે પોતાની જાતને બચાવી અને ભારત પરત આવ્યાં. ભારત આવીને તેઓ પાગલની જેમ રસ્તા પર ફરતાં હતાં. ફૂટપાથ પર સૂઈ જતાં હતાં. કોઈ કંઈક ખાવાનું આપે તો ખાઈ લેતાં હતાં. શાંતિની શોધમાં આશ્રમ તથા મંદિરમાં ભટકતાં હતાં. પછી તેઓ કોલકાતા ગયાં અને ત્યાં 9 વર્ષ સુધી મધર ટેરેસા સાથે રહીને લોકોની સેવા કરી હતી. જ્યારે થોડી શાંતિ મળી ત્યારે બીજીવાર મુંબઈ આવીને ફિલ્મ્સમાં કામ કરવાની શરૂઆત કરી હતી.

શશિકલાએ પોતાના જીવનમાં અનેક ચઢાવ-ઉતાર જોયાં હતાં

શશિકલાએ પોતાના જીવનમાં અનેક ચઢાવ-ઉતાર જોયાં હતાં

મોટી દીકરીનું કેન્સરને કારણે મોત

88 વર્ષીય શશિકલા નાની દીકરી તથા જમાઈ સાથે રહેતાં હતાં. મોટી દીકરીનું કેન્સરને કારણે અવસાન થયું હતું

100થી વધુ ફિલ્મ્સમાં કર્યું કામઃ

શશિકલાએ પોતાની કરિયરમાં 100થી વધુ ફિલ્મ્સમાં કામ કર્યું છે, જેમાં ‘રોકી’, ‘સૌતન’, ‘અર્જુન’, ‘ઘર ઘર કી કહાની’, ‘બાદશાહ’, ‘કભી ખુશી કભી ગમ’, ‘ચોરી ચોરી’, ‘મુઝસે શાદી કરોંગી’, ‘રક્ત’ જેવી ફિલ્મ્સમાં કામ કર્યું છે. છેલ્લે 2005માં ‘પદ્મશ્રી લાલુપ્રસાદ યાદવ’માં જોવા મળ્યાં હતાં.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular