Thursday, April 25, 2024
Homeકેરાલા કોંગ્રેસના દિગ્ગજ નેતા પી સી ચાકોએ આજે રાજીનામુ ધરી દેતા કોંગ્રેસને...
Array

કેરાલા કોંગ્રેસના દિગ્ગજ નેતા પી સી ચાકોએ આજે રાજીનામુ ધરી દેતા કોંગ્રેસને વધુ એક આંચકો

- Advertisement -

કેરાલા કોંગ્રેસના દિગ્ગજ નેતા પી સી ચાકોએ આજે રાજીનામુ ધરી દેતા કોંગ્રેસને વધુ એક આંચકો લાગ્યો છે. કેરાલામાં વિધાનસભાની ચૂંટણીઓ માટે 6 એપ્રિલના રોજ મતદાન થવાનુ છે ત્યારે પી સી ચાકોએ તે પહેલા જ આજે પોતાના રાજીનામાની જાહેરાત કરી હતી. ન્યૂઝ એજન્સીના અહેવાલ પ્રમાણે ચાકોએ પોતાનુ રાજીનામુ કાર્યકારી અધ્યક્ષ સોનિયા ગાંધીને મોકલી આપ્યુ છે.

ચાકોએ કહ્યુ હતુ કે, પાર્ટી બે ભાગમાં વહેંચાઈ ગઈ છે અને હું પાર્ટી હાઈકમાન્ડને આ મામલામાં દરમિયાન ગીરી કરવાની વિનંતીઓ કરીને થાકી ગયો છું.કેરાલા કોંગ્રેસમાં ચાલી રહેલા ઘમાસાણને પાર્ટી હાઈકમાન્ડ ચૂપચાપ જોઈ રહ્યુ છે.

તેમણે કહ્યુ હતુ કે, કેરાલામાં કોંગ્રેસ એક નહી બે પાર્ટીમાં વહેંચાયેલી છે.લોકો કેરાલામાં કોંગ્રેસની વાપસી ઈચ્છે છે પણ ટોચના નેતાઓ જુથબંધીમાં વ્યસ્ત છે.મેં હાીકમાન્ડને કહ્યુ છે કે, આ ખતમ થવુ જોઈએ પણ હાઈકમાન્ડ બંને જૂથની હામાં હા મિલાવે છે.

કેરાલામાં આજે કોઈ કોંગ્રેસી નથી પણ કોંગ્રેસના એક ગ્રૂપમાં છે કે બીજા ગ્રૂપમાં છે.જેના કારણે મેં હવે કોંગ્રેસની બહાર નીકળી જવાનો નિર્ણય કર્યો છે. ઉલ્લેખનીય છે કે, ગયા સપ્તાહે સાંસદ રાહુલ ગાંધીના જ મત વિસ્તાર વાયનાડમાંથી ચાર કોંગ્રેસી નેતાઓ રાજીનામા આપી ચુકયા છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular