Saturday, December 3, 2022
Homeખેલભારતીય મહિલા ક્રિકેટ ટીમની દિગ્ગજ ખેલાડી ઝૂલન ગોસ્વામીએ લીધી નિવૃતી

ભારતીય મહિલા ક્રિકેટ ટીમની દિગ્ગજ ખેલાડી ઝૂલન ગોસ્વામીએ લીધી નિવૃતી

- Advertisement -

ભારતીય મહિલા ટીમની દિગ્ગજ ખેલાડી ઝુલન ગોસ્વામીએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિની સત્તાવાર જાહેરાત કરી દીધી છે. ઝૂલને સોશિયલ મીડિયા પર રિટાયરમેન્ટ લેટર શેર કર્યો છે. લેટર પરથી ખબર પડે છે કે ઝૂલનને ક્રિકેટમાંથી સંન્યાસ લેવાનું બહુ દુખ લાગ્યું પણ નાછૂટકે આવું કરવું પડ્યું છે. નિવૃતીનો પત્ર શેર કરતા ઝુલન ગોસ્વામીએ લખ્યું છે કે, “અર્નેસ્ટ હેમિંગ્વેએ કહ્યું હતું તેમ, “પ્રવાસનો અંત આવવો એ સારી વાત છે, પરંતુ અંતે તે જ સફર છે જે મહત્વની છે. આ સફર મારા માટે સૌથી વધુ સંતોષકારક રહી છે. તે આનંદદાયક, રોમાંચક અથવા, ઓછા શબ્દોમાં કહીએ તો, એક સાહસ જેવું હતું. મને બે દાયકાથી વધુ સમયથી ભારતની જર્સી પહેરવાનું અને મારા દેશની શ્રેષ્ઠ ક્ષમતાથી સેવા કરવાનું સન્માન મળ્યું છે. હું જ્યારે પણ મેચ પહેલા રાષ્ટ્રગીત સાંભળું છું, ત્યારે ગર્વની લાગણી થાય છે.

ચકદા એક્સપ્રેસના નામથી જાણીતી ઝુલન ગોસ્વામી દુનિયાની સૌથી ઝડપી બોલર અને સૌથી વધુ વિકેટ લેનાર બોલર છે. 6 જાન્યુઆરી, 2002ના રોજ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પદાર્પણ કરનારી ઝુલને 19 વર્ષની કારકિર્દીમાં 284 મેચોમાં 355 વિકેટ ઝડપી છે. મહિલા વર્લ્ડ કપમાં સૌથી વધુ વિકેટ ઝડપવાનો રેકોર્ડ તેના નામે છે. તેણે વર્લ્ડ કપની 34 મેચમાં 43 વિકેટ ઝડપી છે. તે વર્લ્ડ કપમાં બે વાર 4 વિકેટ ઝડપી ચૂકી છે. ઝુલને તેની આંતરરાષ્ટ્રીય કરિયરમાં 1924 રન બનાવ્યા છે. તેમાં 3 અર્ધસદીનો પણ સમાવેશ થાય છે.

ઝુલન ગોસ્વામીની છેલ્લી મેચમાં ભારતે પ્રથમ બેટિંગ કરતા 45.4 ઓવરમાં 169 રન બનાવ્યા હતા, જેના જવાબમાં ઇંગ્લેન્ડની ટીમ 43.4 ઓવરમાં 153 રન બનાવી શકી હતી. આ મેચમાં ઝુલન ગોસ્વામીએ 10 ઓવરમાં 30 રન આપીને 2 વિકેટ ઝડપી હતી. ઝુલનનો 10 ઓવરનો ક્વોટા પુરો થયા બાદ ભારતીય ખેલાડીઓએ ઝુલનને અભિનંદન પાઠવ્યા હતા અને તેને ગળે લગાવ્યા હતા.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular