રાજકોટ : ઘર આંગણે સાંજે 9 દીવડાં પ્રગટાવી રામનવમી ઉજવવા વિહિપનું આહ્વાન

0
4

રાજકોટ. કોરોના સંક્રમણને અટકાવવા સરકાર જુદા જુદા પગલાં લઇ રહી છે. એકબાજુ દેશભરમાં લોકડાઉન છે એવી પરિસ્થિતિમાં દરેક જાહેર, ખાનગી કે ધાર્મિક કાર્યક્રમો કરવા પર પ્રતિબંધ છે ત્યારે આ વર્ષે વૈશ્વિક મહામારી કોરોના વાઇરસના કારણે અનેક મોટા ઉત્સવોની ઉજવણી રદ થઈ છે. રાજકોટ વિશ્વ હિંદુ પરિષદે રામનવમીની અનોખી ઉજવણી કરવા અનુરોધ કર્યો છે. તારીખ 2ને ગુરુવારે સાંજે દરેક પરિવાર પોતાના ઘર આંગણે 9 દીવડાં પ્રગટાવી રામનવમી ઉજવવા આહ્વાન કર્યું છે.

વિશ્વ હિંદુ પરિષદનું આહ્વાન

વિશ્વ હિંદુ પરિષદ રાજકોટના મહામંત્રી નિતેશ કથીરિયાએ જણાવ્યું છે કે, સમગ્ર વિશ્વ ઉપર આવી પડેલી મહામારી કોરોના વાઇરસની સ્થિતિની મર્યાદાને કારણ આ વર્ષે રામનવમીનું સામૂહિક આયોજન સંભવ નથી. પણ ભગવાન શ્રીરામના સંદેશ બધી જ પરિસ્થિતિઓનો સામનો કરવામાં આપણને સક્ષમ બનાવે છે. એટલા માટે જ રામનવમીના પર્વને ઉજવવા માટે વિશ્વ હિંદુ પરિષદ એ થોડું પરિવર્તન કરી પારિવારિક સ્વરૂપે અત્યંત ઉત્સાહની સાથે આ પર્વ મનાવવા સંતો અને વિશ્વ હિંદુ પરિષદ દ્વારા સમગ્ર સમાજને આહ્વાન કર્યું છે. જેમાં જણાવાયું છે કે, તમારા ઘરમાં બપોરે 12 વાગે સહપરિવાર ભગવાન શ્રીરામની તસવીર અથવા મૂર્તિ મૂકીને તમારા પરિવાર સાથે બેસવું, ભગવાન શ્રીરામનું પૂજન, આરતી તથા સ્તુતિનું ગાયન અને શ્રવણ કરવું, રામનવમીના આ તહેવારની ઉજવણી કરવા માટે ઓછામાં ઓછા 25 પરિવારોને પ્રેરિત કરો. નવમીના રોજ સાંજે 7 વાગ્યે આપણે બધા ભેગા થઈને આખા ભારતની રાતને દિવસમાં ફેરવી નાખીને દીવડાં દ્વારા આવનારી પેઢી અને દુનિયાને એક નવી મિશાલ આપણે આપીએ.

રામનવમીએ ઘેરબેઠા આવી રીતે કરો શ્રીરામનું સ્મરણ-પૂજન

રામનવમીએ ઉપવાસ કે એકટાણું કરવું, બપોરે 12 કલાકે ભગવાન રામચંદ્રનું પૂજન કરવું. ઘરમાં રહેલા લોકોએ પોત-પોતાના ઘરમાં બાજોઠ કે પાટલા ઉપર સફેદ વસ્ત્ર પાથરી ચોખાની ઢગલી કરવી, તેના પર રામચંદ્ર ભગવાનની છબી કે સોપારી પધરાવવી. ચાંદલો-ચોખા, અબીલ-ગુલાલ કરવા. પંજરીનો પ્રસાદ ધરાવવો, આરતી અને રામનામની માળા કરવી. અભિજિત મુહૂર્ત બપોરે 12.26થી 1.15 કલાક સુધીનું છે આ સમય દરમિયાન રામનામની માળા કરવી ફળદાયી નીવડે છે. – રાજદીપ જોષી, શાસ્ત્રી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here