વાઈરલ વીડિયો : પાકિસ્તાનના મંત્રી જોરદાર ટ્રોલ થયા, કહ્યું-‘વધારે ઊંઘ કરો. તમે જ્યારે સૂવો છો, ત્યારે વાઈરસ પણ સૂઈ જાય છે’

0
16

ઇસ્લામાબાદ. હાલ આખી દુનિયા કોરોના વાઈરસની વેક્સીન બનાવવાના પ્રયત્નો કરી રહી છે, તેવામાં પાકિસ્તાનના મંત્રી કોરોનાને લઈને પોતાના જ નિવેદન પર જોરદાર ટ્રોલ થયા છે. પાકિસ્તાનમાં નેશનલ એસેમ્બલીના મેમ્બર ફઝલ-ઉર-રહેમાને એક સભામાં લોકોને કહ્યું કે, ડોક્ટર લોકોને વધારે સૂવાની સલાહ આપે છે, કારણ કે જ્યારે તમે સૂઈ જશો ત્યારે કોરોના વાઈરસ પણ સૂઈ જશે અને તમે મરી જશો તો કોરોના વાઈરસ પણ મરી જશે.

પત્રકાર નાયલા ઇનાયતે ટ્વિટર પર  મંત્રીનો વીડિયો શેર કર્યો છે. વીડિયોની શરૂઆતમાં તેઓ બોલે છે કે, ‘મને પણ ડોક્ટર કહે છે કે, તમે વધારે ઊંઘ લો. જેટલું તમે સૂઈ રહેશો તમારો વાઈરસ પણ તેટલું જ સૂઈ રહેશે અને બીજું કોઈ નુકસાન જ નહિ કરે.’

આ વીડિયો પર યુઝર્સ રમૂજી કમેન્ટ કરી રહ્યા છે. એક યુઝરે લખ્યું કે, શું આપણે ડાન્સ કરશું તો વાઈરસ પણ ડાન્સ કરશે ? અન્ય યુઝરે કહ્યું કે, આ મહાનુભાવ વ્યક્તિ કોણ છે ? હાલ પાકિસ્તાનના મંત્રી સોશિયલ મીડિયામાં ઘણા ટ્રોલ થઇ રહ્યા છે અને તેમના મીમ્સ પણ લોકો બનાવી રહ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here