વ્યાજનું વિષચક્ર : વ્યાજખોરોથી કંટાળેલા વેપારીએ 11 વ્યાજખોરો વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી

0
0

પાટણમાં વ્યાજખોરોનો ત્રાસ દિવસે દિવસે વધી રહ્યો છે. સમયાંતરે એક બાદ એક વ્યાજખોરીના બનાવો સામે આવતા રહે છે તેમ વધુ એક બનાવ સામે આવ્યો છે. જે મામલે વ્યાજખોરોથી કંટાળેલા વેપારીએ આખરે 11 વ્યાજખોરો વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી છે.

પાટણ શહેર એ ડીવીઝન પોલીસ મથકે વિપુલ મણીલાલ પ્રજાપતિએ ફરિયાદ નોંધાવી છે કે, તેમને પ્લાસ્ટીકનો ધંધો છે અને લોકડાઉન આવતાં ધંધામાં મંદી આવતાં રૂપિયાની જરૂરીયાત પડતાં મિત્રો પાસેથી રૂપિયા લીધા હતા પરંતું મિત્રને મદદ કરવાને બદલે તેઓએ પઠાણી વ્યાજ ઉઘરાવવાનું શરૂ કરી દીધું હતું.

એક હદ સુધી ચૂકવી શક્યા બાદમાં ન ચૂકવી શકતાં વ્યાજખોરોએ તેમને જાનથી મારી નાખવાની અને પરિવારને નુકશાન પહોંચાડવાની ધમકીઓ આપી કોરા ચેક ઉપર સહીઓ કરાવી લઈ હેરાન કરી મૂકતાં પાટણ છોડી જતું રહેવું પડ્યું હતું.

આખરે તેમણે હિંમત દાખવી વ્યાજખોરો વિરૂદ્ધ પોલીસને જાણ કરી છે. ફરિયાદ મુજબ વિપુલ પ્રજાપતિએ અલગ અલગ 11 વ્યક્તિઓ પાસેથી કુલ 36.70 લાખ રૂપિયા લીધા હતા જેઓએ તેમની પાસેથી માસિક 4 ટકાથી લઈ 30 ટકા સુધીનું અસહ્ય વ્યાજ વસુલ્યું હતું.

કયા કયા વ્યાજખોરો વિરૂદ્ધ ફરિયાદ નોંધાઇ
01- જીગ્નેશ સોમાજી શંકરજી ઠાકોર
02- વિપુલ સોમાજી શંકરજી ઠાકોર
03-અજય બાલુસિંહ ઠાકોર
04- જીતુ દરબાર
05- કિર્તા બાલુસિંહ ઠાકોર
06- સંજય દેસાઈ
07- બિપીન ઠક્કર
08- જયમીન દેસાઈ
09- પ્રકાશ ઉર્ફે લાલો દરબાર
10. લાલા રાણા રહે . પાટણ
11. સુનિલ ઠાકોર

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here