શાહજહાંપુર કેસ : પીડિતા પોતાની ધરપકડ વિરુદ્ધ હાઈકોર્ટમાં અપીલ કરી શકે છે, SIT આજે રિપોર્ટ સોંપશે

0
7

શાહજહાંપુરઃ પૂર્વ કેન્દ્રીય ગૃહ મંત્રી ચિન્મયાનંદ પર દુષ્કર્મનો આરોપ લગાવનારી વિદ્યાર્થીની મોડી રાતે પ્રયાગરાજ પહોંચી હતી. SITએ વિદ્યાર્થીને ગેરરીતે પૈસા માગવાની આરોપી ગણાવી છે. એવામાં તેની પર ધરપકડની તલવાર લટકી રહી છે. માનવામાં આવી રહ્યું છે કે, હાઈકોર્ટની શરણ લઈને તે આ કાર્યવાહીથી બચવાનો પ્રયાસ કરી શકે છે. વિદ્યાર્થીની રાતે અંદાજે એક વાગ્યે પિતા, ભાઈ, હાઈકોર્ટના બે વકીલ સુરક્ષાકર્મીઓ સાથે પ્રયાગરાજ માટે રવાના થઈ હતી.

તો બીજી બાજુ વિદ્યાર્થી સાથે દુષ્કર્મના આરોપમાં ઘેરાયેલા ચિંન્મયાનંદની શુક્રવારે સવારે ધરપકડ કરી લેવાઈ છે. SITએ તેને કોર્ટમાં રજુ કર્યો, જ્યાંથી 14 દિવસની જ્યુડિશીઅલ કસ્ટડીમાં મોકલી દેવાયો હતો. ચિન્મયાનંદની કોલેજમાં અભ્યાસ કરનારી વિદ્યાર્થીનીએ 24 ઓગસ્ટે વીડિયો વાઈરલ કરીને તેની પર દુષ્કર્મના આરોપ લગાવ્યા હતા, ત્યારબાદ સુપ્રીમ કોર્ટ આ પ્રકરણ અંગે SITને તપાસ સોંપી હતી.

વિદ્યાર્થીની સહિત 4 યુવક પર ગેરરીતે પૈસા માંગવાનો આરોપઃSIT
એસઆઈટીએ ત્રણ યુવકો ઉપરાંત વિદ્યાર્થીનીને ચિન્મયાનંદ પાસે પૈસા માંગવાનો આરોપી ગણાવ્યો છે. એવામાં તેની ધરપકડ પણ નક્કી છે, વિદ્યાર્થીની તથા તેના પિતાએ SIT પર શાસનના દબાણમાં નામ સંડોવવાનો આરોપ પણ લગાવ્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here