સુરત જિલ્લા ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘની ચૂંટણીમાં પ્રમુખ પદે ભુપેન્દ્રસિંહ રાણાનો વિજય

0
8

સુરત જિલ્લા ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘની 22 વર્ષ બાદ ચૂંટણી યોજાઈ હતી. વિવિધ હોદ્દાઓના પ્રમુખ-ઉપપ્રમુખના સિલેક્શનમાં વિવાદ થતા ચૂંટણી યોજવામાં આવી હતી. જેમાં સુરત અને બારડોલીમાં મતદાન કરવામાં આવ્યું હતું. જેમાં પ્રમુખ પદે ભુપેન્દ્રસિંહ રાણાનો વિજય થયો છે. જ્યારે ઉપપ્રમુખ પદે નરેન્દ્રસિંહ પરમાર, રાહુલ સોલંકી, ભૂપતસિંહ ચાવડા અને ઉત્તમ ભાઈ રાવલ વિજય થયો છે.

પ્રાદેશિક મંત્રી પદે લીના દેસાઈનો વિજય

ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘની ચૂંટણીમાં પ્રમુખ, ઉપપ્રમુખ અને પ્રાદેશિક મંત્રી માટે મતદાન કરવામાં આવી હતું. સોશિયલ ડિસ્ટન્સ અને ગાઈડલાઈનના પાલન સાથે મતદાન થયું હતું. શાશ્વત પેનલ અને પરિવર્તન પેનલમાં ટક્કર જોવા મળી હતી. જેમાં પ્રાદેશિક મંત્રી પદે શાશ્વત પેનલના લીના દેસાઈનો વિજય થયો હતો. જ્યારે અનંત નાયક, વિમલ વ્યાસ અને વીનેશ પટેલની જીત થઈ છે.

કુલ 110 શાળાના 490 શિક્ષકોએ મતદાન કર્યું

શાશ્વત પેનલના ઉમેદવારે જણાવ્યું હતું કે, 22 વર્ષ બાદ ચૂંટણી કરવાનો મતલબ એ છે કે, સહકારથી આ સંઘ ચલાવતા હતા. જોકે, કી પોસ્ટની એક જ શાળામાંથી માગણી થવાના કારણે આ ચૂંટણી થઈ છે. મતદાનમાં શિક્ષકો દ્વારા ઉત્સાહ જોવા મળી રહ્યો છે. સુરત શહેર અને જિલ્લાની કુલ 110 શાળાના 490 શિક્ષકોએ મતદાન કર્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here