સોશિયલ મીડિયા પર એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે. સૌપ્રથમ પાકિસ્તાનમાં થયો અને પછી હવે ભારતમાં પણ શેર થવાનું શરૂ થયું છે. એમા એવો દાવો કરવામાં આવ્યો છે કે વિંગ કમાન્ડર અભિનંદન પાકિસ્તાન આર્મીનાં જવાનો સાથે ડાન્સ કરે છે.
”We Stand Against War Between India and Pakistan” નામનાં પેજથી શેર કરાયેલ આ વિડિયો 7 હજારથી વધુ વખત શેર કરવામાં આવ્યો છે. પોસ્ટમાં લખ્યું છે કે, Abhinandan dancing with the Army and Air Force in Pakistan. Soldiers Converted Battle Ground into Love for Each Other.
https://www.facebook.com/245934712852229/videos/1095805393960275/?t=24
“પાકિસ્તાન આર્મી અને વિંગ કમાન્ડર અભિનંદન સાથે ડાન્સ કરે છે. આપણા જવાને યુદ્ધના મેદાનને એકબીજાનાં પ્રેમમાં રૂપાંતરિત કરી નાખ્યું. “
આ પોસ્ટ્સ કોઈ એકાઉન્ટ અથવા હેન્ડલ સાથે શેર કરવામાં આવી નથી, પરંતુ ઘણા લોકોએ તેનું પરીક્ષણ કર્યા વગર આ વિડિયોને સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. YouTube પર આ વિડિયો 2 લાખથી વધુ લોકોએ જોયેલો છે જેનાં કૅપ્શનમાં લખ્યું છે- Wing Commander Abinandhan Dance With Pakistan Army | #WelcomeHomeAbhinandan
https://www.youtube.com/watch?v=U-kEEsCffiI
આ પોસ્ટ ભગવંત માન ફેન ક્લબના નામ સાથે શેર કરવામાં આવી હતી, જેનામાં અત્યાર સુધીમાં 3,000થી વધુ શેર થઈ ગયાં છે અને ત્રણ મિલિયનથી વધુ લોકોએ તેને જોયો છે. ફેસબુક સાથે તેને Twitter પર પણ લોકોએ જોરદાર ફેલાવ્યો છે.
https://www.youtube.com/watch?v=U-kEEsCffiI
આ વિડિયો કાળજીપૂર્વક જોઈએ તો જાણી શકાશે કે આ વ્યક્તિનો ચહેરો કે જે ડાન્સ કરી રહ્યો છે એનો ચહેરો થોડો બ્લર થઈ ગયો છે.
ફક્ત એટલા માટે કે કોઈને સાચી ખબર ન પડે. અને લોકો તેના કપટમાં આવીને શેર કરતા જાય છે.
આ વિડિયોમાં અભિનંદન ક્યાંય નથી. આ વિડીયો 23 ફેબ્રુઆરીએ ફેસબુકમાં પેજ ‘ડુગડુગી’ નામ પર શેર કરવામાં આવ્યો હતો. વિડીયોનાં કૅપ્શનમાં લખેલું છે કે, Dear all, in the heat of battle discussions, lets enjoy some joyous moments of our PAF Officers & Soldiers! યુદ્ધની સ્થિતિ વચ્ચે આપણા જવાનો મસ્તી કરી રહ્યાં છે.
https://www.facebook.com/dugdugee01/videos/1771326999635958/?t=3
અને આ વિડીયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે આ ડાન્સ કરતા જવાનનું મોઢુ એક પણ બાજુથી અભિનંદન જેવું નથી લાગતું.