Monday, September 20, 2021
HomeVideo: અમદાવાદમાં દારૂ વેચાણ અને પોલીસ ખુલ્લેઆમ હપ્તાગીરીમાં મશગૂલ
Array

Video: અમદાવાદમાં દારૂ વેચાણ અને પોલીસ ખુલ્લેઆમ હપ્તાગીરીમાં મશગૂલ

અમદાવાદમાં પોલીસનું હપ્તારાજ ચાલી રહ્યું છે. ત્યારે પોલીસકર્મી ખુલ્લેઆમ મહિલા બુટલેગર પાસે હપ્તો માંગતા વીડિયો વાયરલ થયો છે. પોલીસ પેટ્રોલિંગ કેમ કરે છે તે મામલે બુટલગરે તકરાર કરી છે.

અમદાવાદ: રાજ્યમાં દારૂબંધી હોવા છતા બુટલેગરો બેફામ રીતે દારૂનુ વેચાણ કરે છે. આ બુટલેગરોને પોલીસ જ છાવરતી હોય તેવી ચર્ચાઓ ચાલે છે. ત્યારે હવે આ ચર્ચા સાચી પડી હોય તેવુ લાગી રહ્યુ છે. મહિલા બુટલગર અને પોલીસકર્મી વચ્ચે તકરારનો વીડિયો સામે આવતા સમગ્ર મામલો સામે આવ્યો છે. આ વીડિયોમાં મહિલા બુટલેગર પોલીસકર્મીને અપશબ્દો કહે છે.

મળતી માહિતી મુજબ મોડી રાત્રે પેટ્રોલિંગ પર પહોંચેલી પીસીઆર વાન જોતા મહિલા બુટલેટરે ‘પોલીસવાન પેટ્રોલિંગ કેમ કરે છે’ તેવું કહીને પોલીસ સાથે તકરાર કરી હતી. આ તકરાર બાદ મહિલા બુટલેગરે પોલીસકર્મીને અપશબ્દો કહ્યા હતા.

આ વીડિયો વાયરલ થતા તેવુ લાગી રહ્યુ છે કે, અમદાવાદમાં પોલીસ જ હપ્તા લઈને ખુલ્લેઆમ બુટલેગરોને છાવરે છે. આ વીડિયો અમદાવાદના રાયખંડ વિસ્તારનો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. આ વીડિયો વાયરલ થયા બાદ પોલીસકર્મીએ મહિલા બુટલેગર પર કેસ પણ કર્યો હતો.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments