Video: આવો રનઆઉટ તો ક્યાંય નહી જોયો હોય, નિર્ણય આપતાં થર્ડ અમ્પાયરને પણ આવી ગયાં ચક્કર!

0
21

સાઉથ આફ્રિકા અને પાકિસ્તાન વચ્ચે ટી-20 સીરીઝ ચાલી રહી છે. આ સીરીઝની ત્રીજી મેચ રમાઇ ગઇ. આ મેચમાં પાકિસ્તાને પહેલાં બેટિંગ કરતાં 168 રનનો ટાર્ગેટ સાઉથ આફ્રિકાને આપ્યો. 169 રન બનાવવા મેદાન પર ઉતરેલી સાઉથ આફ્રિકાની ટીમ ફક્ત 141 રન જ બનાવી શકી. મોહમ્મદ આમીરે ત્રણ, શાદાબ ખાન અને ફહીમ અશરફે બે-બે વિકેટ ઝડપી. પાકિસ્તાનની ટીમ 27 રને વિજયી બની.

આ મેચમાં કંઇક એવું બન્યું જે જોઇને ત્યાં હાજર સૌકોઇ દંગ રહી ગયાં. પાકિસ્તાનની ટીમ જિયારે બેટિંગ કરી રહી હતી તે સમયે 12મી ઓવરમાં તબરેઝ શમ્સી બોલીંગ કરી રહ્યો હતો. આ ઓવરના બીજા બોલનો વીડિયો ખૂબ જ વાયરલ થઇ રહ્યો છે. થયું કંઇક એવું કે શોએબ મલિક સ્ટ્રાઇક પર હતો અને નૉન સ્ટ્રાઇક પર હતો હુસૈન તલત. શોએબે શોર્ટ ફાઇન લેગ તરફ શૉટ ફટકાર્યો અને એક રન માટે ભાગવાનું શરૂ કર્યુ. હા-ના કરતાં તલત લપસી ગયો અને તે નૉન સ્ટ્રાઇક તરફ પરત ફર્યો. એટલીવારમાં તો વિકેટકીપર હેનરી ક્લાસેને ગિલ્લીઓ ઉડાવી દીધી.

ક્રિકેટમાં આવું ઘણીનાર બન્યું છે જ્યારે બંને બેટ્સમેન કન્ફ્યૂઝ થઇ જાય છે અને તેવામાં બેટ્સમેન પોતાની વિકેટ ગુમાવી બેસે છે.

અહીં રન લેવાના ચક્કરમાં શોએબ અને તલત બંને બોલીંગ એન્ડ પર આવી ગયાં. વિકેટકીપરે રન આઉટ તો કરી દીધો. કોઇ એક બેટ્સમેન  તો આઉટ હતો. તેવામાં નિર્ણય થર્ડ અમ્પાર પર છોડવામાં આવ્યો. થર્ડ અમ્પાયરને  પણ શોએબ મલિકને આઉટ આપવામાં 4 મિનિટ લાગ્યાં.

સામાન્ય રીતે આવું બનતું નથી. થર્ડ અમ્પાયર 1-2 મિનિટમાં નિર્ણય આપી દેતાં હોય છે પરંતુ આ કેસમાં અમ્પાયરને પણ નિર્ણય સુધી પહોંચવામાં ચક્કર આવી ગયાં.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here