VIDEO: આ કશ્મીરી છોકરીનું રિપોર્ટીંગ તો ભલભલા પત્રકારને જોવા માટે રોકી રાખે એવું છે, એક તરફ બરફવર્ષા અને…

0
21

કશ્મીરની છોકરીનો વિડિયો સોશિયલ મીડિયા પર ખૂબ શેર થઈ રહ્યો છે. સોશિયલ મીડિયા પર આ વિડિયોની ઘણી પ્રશંસા થઈ રહી છે અને લોકો તેને ખૂબ પસંદ કરે છે. આ વિડિયોમાં છોકરી હિમવર્ષાનું રિપોર્ટીંગ કરી રહી છે. તેમાં તે ખૂબ જ પ્રોફેશનલ અંદાજમાં રિપોર્ટીંગ કરી રહી છે.

છોકરીનું નામ બહાર નથી પડ્યું પરંતુ તે શોંપિયાની રહેનાર છે. હિમવર્ષા પછી કેટલાક બાળકોએ તેમાં નાની ટનલ બનાવી છે. છોકરી આ ટનલની માહિતી એક ન્યૂઝ રિપોર્ટર તરીકે આપી રહી છે.

તે વિડિયોમાં દેખાય છે કે તે માર્બલ જેવો એક નાનો ટુકડો લઈને હિમવર્ષા અને ટનલ વિશે માહિતી આપે છે. તેમણે વિગતવાર સમજાવ્યું છે કે કઈ રીતે હિમવર્ષા ઘરોના પ્રથમ માળ સુધી પહોંચી ગઈ છે. વિડિયોમાં આગળ તે બે નાના બાળકોને પણ ટનલ કઈ રીતે બનાવી છે એનાં વિશે માહિતી જાણવા માટે પ્રયાસ કરે છે. જ્યારે ઓમાંનો કોઈ એક બાળકને શરમ આવે છે, ત્યારે છોકરી કહે છે, ‘એવું લાગે છે કે તમે ઠંડીનાં કારણે સોજી ગયા લાગો છે.’

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here