Tuesday, December 7, 2021
HomeVideo: આ શું? નેહા કક્કડ અચાનક જ સોનુ નિગમ સામે ઉતારવા લાગી...
Array

Video: આ શું? નેહા કક્કડ અચાનક જ સોનુ નિગમ સામે ઉતારવા લાગી સ્કર્ટ! પછી તો…

બોલીવુડ સિંગર નેહા કક્કડ હિમાંશ કોહલી સાથે થયેલા બ્રેકઅપના કારણે હાલ વધુ ચર્ચામાં છે પરંતુ તેવામાં તેનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયોમાં તે કંઇક એવું કરતી જોવા મળી રહી છે જેને જોઇને સૌકોઇ દંગ રહી ગયાં. આ વીડિયોમાં નેહા સાથે સોનૂ નિગમ પણ છે.

આ વીડિયો નેહા અને સોનૂ નિગમના લેટેસ્ટ ફોટોશૂટનો છે. ફોટોશૂટ દરમિયાન નેહા બ્લેક કલરના સ્કર્ટમાં નજરે પડી રહી છે. ફોટોશૂટ પૂરુ થતાં જ નેહા સ્કર્ટ ઉતારી દે છે. જેને જોઇને સૌનૂ નિગમ પણ દંગ રહી જાય છે.

https://www.instagram.com/p/BsXKmdJA-7C/?utm_source=ig_embed

આ ફોટોશૂટ દરમિયાન બંને ખૂબ જ મસ્તી કરતાં જોવા મળી રહ્યાં છે. આ વીડિયોને નેહા કક્કડે જ પોતાના ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે. વીડિયો શેર કરતાં તેણીએ લખ્યું કે, નેહાનું ફોટોશૂટ સોનૂ નિગમ સાથે.

જણાવી દઇએ કે તાજેતરમાં જ નેહાએ ઇન્સ્ટાગ્રામ પર પોતાના બ્રેકઅપની ખબર આપી હતી. નેહાના ફેન્સ માટે આ ખૂબ જ શૉકિંગ ખબર હતી કારણ કે થોડા સમય પહેલાં જ બંનેએ જાહેરમાં પોતાના રિલેશનીપનો સ્વીકાર કર્યો હતો. જો કે નેહા હવે પોતાના જીવનમાં આગળ વધી ચુકી છે. હાલ તે મસ્ત થઇ ને પોતાનું જીવન એન્જોય કરી રહી છે. બ્રેકઅપ બાદ નેહા-હિમાંશે એકબીજાને સોશિયલ મીડિયા પર અનફૉલો કરી દીધાં છે. આ ઉપરાંત નેહાએ ઇન્સ્ટાગ્રામ પર હિમાંશ સાથેની તમામ રોમેન્ટિક તસવીરો પણ હટાવી દીધી છે.

જણાવી દઇએ કે ઇન્ડિયન આઇડલ મંચ પરજ હિમાંશે નેહાને પ્રપોઝ કરી હતી. તે બાદ બંનેએ શૉ પર જ પોતાનો પ્રેમ વ્યક્ત કર્યો હતો. અગાઉ જૂન મહિનામાં હિમાંશ અને નેહા વચ્ચે ઝગડો થયો હતો અને ત્યારથી જ લાગી રહ્યું હતું કે બંનેનું બ્રેકઅપ થઇ ગયું છે પરંતુ તેમણે તેમના રિલેશનશીપને વધુ એક તક આપી હતી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments