Wednesday, September 22, 2021
HomeVideo: ઈઝરાયલે ગાઝાના હમાસ પર હુમલો કર્યો હોવાની કરી પુષ્ટી, સાત લોકો...
Array

Video: ઈઝરાયલે ગાઝાના હમાસ પર હુમલો કર્યો હોવાની કરી પુષ્ટી, સાત લોકો ઘાયલ

ઈઝરાયલની સેનાએ સોમવારે પુષ્ટિ કરી કે તેણે ગાજામાં હમાસ પર હુમલો કરવાનું શરૂ કર્યું. જેમાં અત્યાર સુધી 7 લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ છે. ગાઝાના સૂચના પ્રધાને જણાવ્યું કે હુમલો ગાઝા પટ્ટીના ઉત્તરી ક્ષેત્રમાં નિશાન બનાવીને કરાયો છે. સ્થાનિકોએ જણાવ્યું કે તેમને સોમવારે સાંજે ધડાકાનો અવાજ સાંભળ્યો હતો.

ઈઝરાયલે ગાઝા પટ્ટી તરફથી કરાયેલા રોકેટ હુમલાના જવાબમાં કાર્યવાહી કરી. પોલીસે જણાવ્યું કે તેલ અવીવના ઉત્તરમાં લગભગ 20 કિલોમીટર દૂર મિશમેરેતના એક મકાનને નિશાન બનાવાયું હતું. નિશમેરેત ગાજા પટ્ટીથી લગભગ 80 કિલોમીટર દૂર અને ફલસ્તીની વસ્તીથી આટલી દૂર સુદી રોકેટ હુમલો કરવો દુર્લભ છે. ઈઝરાયલે આ ઘટના માટે હમાસને જવાબદાર ગણાવ્યું.

મહત્વનું છે કે બંને તરફથી હુમલો અને જવાબી કાર્યવાહી ત્યારે થઈ કે જ્યારે ઈઝરાયલના વડાપ્રધાન બેંજામિન નેતન્યાહૂ અમેરિકાની યાત્રા પર છે. તેમણે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપ સાથે બેઠક કર્યા બાદ અન્ય કાર્યક્રમો રદ કરીને સ્વદેશ પરત ફર્યા.

 

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments