આરજેડી પ્રમુખ અને બિહારના પૂર્વ મુખ્યમંત્રી લાલુ પ્રસાદ યાદવે ડાન્સનો એક વીડિયો સોશિયલ મીડિયા પર શેર કરીને એનડીએ પર શહાદત પર રાજનિતી કરવાનો આરોપ લગાવ્યો છે. લાલુ યાદવે કહ્યું કે જ્યાં એક તરફ શહીદોના શબ મુકવામા આવ્યાં હતાં ત્યાં એનડીએની પટનામાં આયોજિત રેલી પહેલાંની સાંજે ‘ગરમા ગરમ’ કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો.
લાલુ પ્રસાદે ફેસબુક પર વીડિયો પોસ્ટ કરતાં લખ્યું કે, એક તરફ ત્રિરંગામાં લપેટાયેલા મા ભારતીના શહીદ સપૂતોના પાર્થિવ શરીર મુકેલા હતાં ત્યાં બીજી બાજુ તેની શહાદત પર રાજનિતી માટે પટનામાં આયોજિત રેલીની પૂર્વ સંધ્યા પર નીતીશ અને મોદીના મંત્રી ગરમા-ગરમ કાર્યક્રમમાં રંગરંગ નૃત્યનો આનંદ લઇ રહ્યાં હતાં. તેમને શરમ પણ નથી આવતી.
https://www.facebook.com/laluprasadrjd/videos/314105892580175/?t=55
લાલુએ રેલી બાદ રવિવારે રાત્રે વિડિયો પોસ્ટ કર્યો. વીડિયોમાં એક યુવતી રંગીન રોશની વચ્ચે ડાન્સ કરતી જોવા મળી રહી છે. પાછળ નીતીશ કુમાર, નરેન્દ્ર મોદી અને રામવિલાસ પાસવાનના પોસ્ટર નજરે પડી રહ્યાં છે.
લાલુએ પોસ્ટ કરેલો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. 12 કલાકમાં જ આ વીડિયો એક લાખ વાર જોવાયો છે.
અગાઉ પણ લાલુએ રવિવારે એનડીએની રેલી પર સવાલ ઉઠાવ્યાં હતા. તેમણે સોશિયલ મીડિયા પર લખ્યું હતું કે, બિહારની મહાન ન્યાયપ્રિય ધરાએ ઓકાત દેખાડી દીધી. યોજના ફેલ થવાના ફફડાટમાં માણસ કંઇ પણ ખોટુ બોલી શકે છે. જુમલા ફેંકી શકે છે.
લાલુએ તેમ પણ કહ્યું હતું કે નરેન્દ્ર મોદી, નીતીશ અને પાસવારજીએ મહિનાઓ સુધી જોર લગાવીને સરકારી તંત્રનો ઉપયોગ કરી ગાંધી મેદાનમાં જેટલી ભીડ એકઠી કરી એટલી અમે પાન ખાવા માટે પાનના ગલ્લા પર ગાડી રોકી દઇએ તો એકઠી થઇ જાય છે.