Friday, December 3, 2021
HomeVideo: કોહલીએ બ્રેકડાન્સ તો ધવને ભાંગડા કરી લૂટી મહેફિલ, પણ બેટિંગના નામે...
Array

Video: કોહલીએ બ્રેકડાન્સ તો ધવને ભાંગડા કરી લૂટી મહેફિલ, પણ બેટિંગના નામે વાળ્યો ધબડકો

ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે ત્રણ મેચની વન ડે સીરીઝની પહેલી મેચ સીડનીમાં રમાઇ રહી છે. ઓસ્ટ્રેલિયા દ્વારા મળેલા 289 રનના ટાર્ગેટનો પીછો કરતા ટીમ ઇન્ડિયાની શરૂઆત ખૂબ જ ખરાબ રહી. ટીમ ઇન્ડિયાએ ફક્ત 20 રનના સ્કોર પર ત્રણ વિકેટ ગુમાવી દીધી હતી.

પ્રથમ વન ડે મેચમાં ભલે ઓસ્ટ્રેલિયાના બેટ્સમેન ટીમ ઇન્ડિયા પર ભારે પડ્યાં હોય પરંતુ ભારતીય ક્રિકેટર્સના ચહેરા પર જરા પણ ચિંતાની રેખાઓ જોવા ન મળી. ટીમ ઇન્ડિયાના આ યોદ્ધાઓ તો મેદાન પર ડાન્સ કરતાં જોવા મળ્યા.

લોકપ્રિયતા ભારતીય આર્મીએ ટીમ ઇન્ડિયાના ઓપનર બેટ્સમેન શિખર ધવનનો એક વીડિયો સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો છે જેમાં ધવન બાઉન્ડ્રી પર ભાંગડા કરતો જોવા મળ્યો.

https://twitter.com/monicas004/status/1083931343585755136

મેદાન પર ડાન્સની વાત થઇ રહી હોય અને કેપ્ટન કોહલીનું નામ ન આવે તે શક્ય નથી. ડ્રિંક્સ બ્રેક દરમિયાન કેપ્ટન કોહલી ડાન્સ કરતો જોવા મળ્યો હતો. જણાવી દઇ કે તેની પહેલાં કોહલીએ ઓસ્ટ્રેલિયા સામે તાજેતરની સીરીઝમાં પણ ડાન્સ કર્યો હતો.

કોહલીનો આ ડાન્સ પૂર્વ સ્પિન બોલર શેન વૉર્નને એટલો પસંદ આવ્યો કે તેણે શૉની વચ્ચે જ કોહલીને બોલાવી લીધો. જો કે બેટિંગમાં બંનેએ ધબડકો વાળ્યો હતો. ધવન શૂન્ય પર આઉટ થયો તો કોહલી ફક્ત ત્રણ રન બનાવીને પેવેલિયન ભેગો થઇ ગયો હતો.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments