Wednesday, December 8, 2021
HomeVIDEO: 'ગે' બનીને કરણ જોહર સાથે રોમાન્સ કરવા ઇચ્છે છે રાજકુમાર રાવ
Array

VIDEO: ‘ગે’ બનીને કરણ જોહર સાથે રોમાન્સ કરવા ઇચ્છે છે રાજકુમાર રાવ

ટીમ ઇન્ડિયાના ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા અને બેટ્સમેન કે.એલ.રાહુલના વિવાદ પછી ડિરેક્ટર-પ્રોડ્યુસર કરણ જોહરની શો ‘કોફી વિથ કરણ’ ચર્ચામાં છે. અભિષેક બચ્ચન  અને શ્વેતા બચ્ચન નંદાના લેટેસ્ટ એપિસોડમાં બાદ હવે કરણના ચેટ શોના મહેમાન રાજકુમાર રાવ અને ભૂમિ પેડનેકર બનશે. હવે ફેન્સ આતુરતાપૂર્વક આ એપિસોડની રાહ જોઇ રહ્યા છે.

આ એપિસોડનો એક પ્રોમો સોશ્યલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે જેમાં કરણે રાજકુમારને સવાલ કર્યો કે જોઇ કોઇ ફિલ્મમાં ગેનું કેરેક્ટર પ્લે કરવાનું હોય તો કયા એક્ટરની ઓપોઝિટ કરવું ગમશે? ત્યારે રાજકુમાર રાવે કરણની સામે જોઇને કહ્યુ કે, તે બોમ્બે વેલ્વેટ પછી કોઈ ફિલ્મમાં કામ નથી કર્યું ને?” કરણ આ સાંભળીને હસી પડ્યો કહ્યુ કે, તેણે એક સફળ એક્ટર વિશે પૂછ્યુ છે. શોના આ નાનકડા પ્રોમો બાદ કેવી ધમાલ-મસ્તી થશે અને કેવા સ્ટેટમેન્ટ આવશે તે સાંભળવા માટે દર્શકો આતુર છે.

રાજકુમાર રાવના વર્કફ્રંટની વાત કરીએ તો, આગામી ફિલ્મ ‘એક લડકી કો દેખા તો એસા લગા’માં સોનમ અને અનિલ કપૂર સાથે જોવા મળશે. આ સિવાય કંગના રણૌત સાથે ‘મેન્ટલ હૈ ક્યા?’ ફિલ્મમાં પણ જોવા મળશે. ભૂમિ પેડનેકરની વાત કરીએ તો ‘સોનચિડિયા’માં સુશાંત સિંહ રાજપૂત સાથે જોવા મળશે. આ સિવાય ભૂમિ ફિલ્મ ‘ડોલી કિટ્ટી ઔર વો ચમકતે સિતારે’, ‘તખ્ત’ અને ‘પતિ પત્ની ઔર વો’માં દેખાશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments