Sunday, October 17, 2021
HomeVideo: જ્યારે તે સ્વિમિંગ પુલમાં….કરીના વિશે આ શું બોલી ગયો રણવીર સિંહ?
Array

Video: જ્યારે તે સ્વિમિંગ પુલમાં….કરીના વિશે આ શું બોલી ગયો રણવીર સિંહ?

ભારતીય ક્રિકેટર હાર્દિક પંડ્યા અને કેએલ રાહુલે કરણ જોહરના ચેટ શૉ કૉફી વિથ કરણમાં મહિલાઓને લઇને જે નિવેદન આપ્યું તેને લઇને હોબાળો મચી ગયો છે. બંને ક્રિકેટરોની સોશિયલ મીડિયા પર પણ ખૂબ આલોચના થઇ છે. તેવામાં બંને ક્રિકેટર્સને તપાસ થવા સુધી બરતરફ કરવામાં આવ્યાં છે.

હજુ આ મામલો થાળે પડ્યો નથી ત્યાં સોશિયલ મીડિયા પર રણવીર સિંહનો એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયોમાં રણવીર સિંઘ અને અનુષ્કા શર્મા ‘કોફી વીથ કરણ’માં નજરે પડી રહ્યા છે.

https://twitter.com/PUNchayatiii/status/1083006803036626944

સામે આવેલી એક વીડિયો ક્લિપમાં રણવીર સિંઘ તેની સાથે શોમાં ભાગ લઈ રહેલી અનુષ્કા શર્મા અંગે બીભત્સ કોમેન્ટ કરે છે. આવી કોમેન્ટ સાંભળીને અનુષ્કાને આઘાત લાગે છે, તેમજ તેણી રણવીર સિંઘ તરફ પોતાનો અણગમો બતાવીને તેની સાથે આવી રીતે વાત નહીં કરવા કહી રહી છે.

https://twitter.com/PUNchayatiii/status/1083006803036626944

અન્ય એક ક્લિપમાં રણવીર સિંઘ જણાવી રહ્યો છે કે, તે બોલિવૂડ અભિનેત્રી કરીના કપૂરના સૌદર્યથી ખૂબ જ અભિભૂત હતો. ક્લિપમાં રણવીર સિંઘ કહી રહ્યો છે કે, તેણી જ્યારે ક્લબમાં સ્વિમિંગ માટે આવતી હતી ત્યારે તે તેને જોતો હતો. રણવીર કહે છે કે બાળપણથી યુવાની સુધી તેણે આવી જ રીતે કરીનાને જોઈ હતી. રણવીર સિંઘની આવી ટિપ્પણીને કારણે સોશિયલ મીડિયામાં અનેક લોકો તેનાથી નારાજ થયા છે. આ મામલે યૂઝર્સ રણવીરની આ ક્લિપિંગ્સ શેર કરીને તેના પર આકરી ટિપ્પણી પણ કરી રહ્યા છે.

https://twitter.com/PUNchayatiii/status/1083006803036626944

જણાવી દઇએ કે રણવીર સિંહ તાજેતરમાં જ મી ટૂ મૂવમેન્ટનું સમર્થન કરતો જોવા મળ્યો હતો. તેણે એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે મી ટૂ એક ઐતિહાસિક મૂવમેન્ટ છે. પર્સનલ લાઇફની વાત કરીએ તો વર્ષ 2018માં તેણે દીપિકા પાદુકોણ સાથે લગ્ન કર્યા. દીપિકા સાથે તે પોતાની મેરિડ લાઇફ એન્જોય કરી રહ્યો છે. પ્રોફેશનલ ફ્રન્ટની વાત કરીએ તો તેની ફિલ્મ સિમ્બા બૉક્સ ઑફિસ પર ધૂમ કમાણી કરી રહી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments