Tuesday, December 7, 2021
HomeVIDEO: 'ટ્વિંકલ સાથે લગ્ન ના થયા હોત તો ચોક્કસથી મારી સાસુ સાથે...
Array

VIDEO: ‘ટ્વિંકલ સાથે લગ્ન ના થયા હોત તો ચોક્કસથી મારી સાસુ સાથે ડેટ પર જાત’ : અક્ષય કુમાર

બોલિવુડ સુપરસ્ટાર અક્ષય કુમાર એરલિફ્ટ, પેડમેન, રૂસ્તમ, ટોઇલેટ: એક પ્રેમ કથાથી એક સારા કલાકારની છબિ બનાવી દીધી છે. જોકે, આ પહેલા તેની ઇમેજ એકદમ દિલફેંક હતી. અક્ષય કુમારનું નામ રવીના ટંડન અને શિલ્પા શેટ્ટી સહિત ઘણી  એક્ટ્રેસ સાથે નામ જોડાઇ ચૂક્યુ છે.

જ્યારે તે પહેલી વખત કોફી વિથ કરણમાં આવ્યો તો કરણે તેને ઘણા મજેદાર સવાલ પૂછ્યા હતા. એ એપિસોડની ડિલીટ કરી દેવાયેલી વીડિયો હાલમાં સોશ્યલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. હોસ્ટ કરણ જોહરે તેને ઘણા સવાલ પૂછ્યા અને તેને ફસાવવાનો ટ્રાય કર્યો, પરંતુ  અક્ષયે બધાનો સ્માર્ટ જવાબ આપ્યો.

જોકે એક સવાલે અક્કીને વિચારતો કરી દીધો, પરંતુ આ જવાબ સાંભળી કરણ પણ આશ્ચર્યમાં મૂકાઇ ગયો. કરણે જ્યારે પૂછ્યુ કે, જો તે પરણિત ન હોય તો કઇ એક્ટ્રેસની સાથે ડેટ પર લઇ જવાનું પસંદ કરત?

આ સવાલનો જવાબ આપતા પહેલા અક્ષયે પહેલા વિચાર્યુ  અને કહ્યુ કે, ડિમ્પલ કપાડિયા અને આખી રીત તેમની દિકરી વિશે વાત કરતા.” અક્ષયનો સ્માર્ટ જવાબ સાંભળી કરણ પણ આશ્ચર્યમાં મૂકાઈ ગયો અને કોઇ પણ  કોન્ટ્રોવર્સીમાં પડ્યા વિના ખૂબ સરસ કહીને વાત આગળ વધારી દીધી. અક્ષયની પ્રશંસા કરતા કરણે કહ્યુ કે, આ ટ્રેનિંગ ચોક્કસથી તેની પત્ની ટ્વિંકલ પાસેથી મળી હશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments