Saturday, September 25, 2021
HomeVIDEO: 'ધોની'ની સાદગીએ ફરી જીતી લીધા ફેન્સના દિલ, દાદીને જોઇને થઇ ગયો...
Array

VIDEO: ‘ધોની’ની સાદગીએ ફરી જીતી લીધા ફેન્સના દિલ, દાદીને જોઇને થઇ ગયો ભાવુક

IPL 2019માં ચેન્નાઇ સુપર કિંગ્સ શાનદાર પરફૉર્મન્સ કરી રહી છે. એમ.એસ.ધોનીની કેપ્ટન્સીમાં ચેન્નાઇ સુપર કિંગ્સે 4માંથી 3 મેચ જીતી ચૂકી છે. આ સાથે જ પૉઇન્ટ ટેબલ પર આ ટૉપ 2 પોઝિશનમાં છે. ચેન્નાઇ સુપર કિંગ્સ સૌથી મજબૂત ટીમ માનવામાં આવી રહી છે, ગત મેચમાં ચેન્નાઇ સુપર કિંગ્સ માટે ખાસ ના રહી. મુંબઇ ઇન્ડિયન્સે વિરુદ્ઘ વાનખેડેમાં ચેન્નાઇ સુપર કિંગ્સને 37 રનને હરાવી. જોકે આ દરમિયાન ગ્રાઉન્ડમાં એક એવુ વાક્યા જોવા મળ્યુ જેને જોઇને તમે ફરીથી ધોનીની રિસપેક્ટ કરવા લાગશો.

જી હા, IPLના ઑફિશ્યલ સોશ્યલ મીડિયા એકાઉન્ટ પર એક વીડિયો શૅર કરવામાં આવ્યો છે જેમાં ધોની મેચ સમાપ્ત થયા બાદ એક દાદી સાથે સેલ્ફી લેતા નજરે પડે છે. વીડિયોમાં દાદી- પૌત્રી સાથે જોવા મળે છે જેને ધોની સેલ્ફી પાડી આપે છે. ત્યારબાદ પૌત્રી ધોનીને પગે પણ લાગે છે. પ્રાપ્ત વિગતો મુજબ આ દાદી પૌત્રી મુંબઈમાં રહેતા ગુજરાત થાર પરિવારના છે. દાદીનું નામ દમયંતી બેન અને પૌત્રીનું નામ મૈત્રી છે, જેમણે ધોની સાથે મુલાકાત કરી હતી.

https://www.instagram.com/p/Bv0NFjzh0py/?utm_source=ig_embed

દાદીના હાથમાં એક પ્લે કાર્ડ હતું જેમાં તેમણે લખ્યું હતું કે ‘આઈ એમ ઓનલી હિયર ફોર યુ ધોની’ ક્રિકેટના આ પ્રકારના ચાહકને જોઈને મહેન્દ્ર સિંહ ધોની પણ ખૂબ જ પ્રભાવિત થયા હતા તેમણે દાદી પૌત્રી સાથે લાંબી વાતચીત કરી હતી.

પ્રાપ્ત અહેવાલો મુજબ આ દાદી પૌત્રી મુંબઈમાં રહેતા અને મૂળ ગુજરાતી પરિવારના હોવાની વિગતો મળી રહી છે. ધોની એક ટીશર્ટ પર ઑટોગ્રાફ પણ સાઇન કરી આપે છે. આમ ટીમ ઇન્ડિયાના પૂર્વ કેપ્ટન અને કૂલ કિપરે ફરી એક વાર ફેન્સના દિલ જીતી લીધા હતા

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments