Video: ધોની આ કારણે કહેવાય છે માસ્ટરમાઇન્ડ, કુલદીપને આપી એવી સલાહ કે તંબૂ ભેગી થઇ ગઇ ન્યૂઝીલેન્ડની ટીમ

0
19

ટીમ ઇન્ડિયાના વિકેટકીપર બેટ્સમેન મહેન્દ્ર સિંહ ધોનીએ પોતાની બેટિંગ બાદ વિકેટકીપીંગમાં પણ સાબિત કરી બતાવ્યું છે કે તે આજે પણ દુનિયાનો સૌથી સ્ફૂર્તીલો અને ચાલાક વિકેટકીપર છે. ધોનીએ નેપિયરમાં ન્યૂઝીલેન્ડ સામે રમાયેલી પહેલી વન ડે મેચમાં તેનું ઉદાહરણ પણ આપ્યું.

ટીમ ઇન્ડિયાએ શાનદાર બોલીંગના દમ પર ન્યૂઝીલેન્ડને 157 રન પર ઓલઆઉટ કરી દીધું. મેચમાં ચાઇનામેન કુલદીપ યાદવે 4 વિકેટ ઝડપી. સાથે જ ન્યૂઝીલેન્ડની ઇનિંગ દરમિયાન ધોનીએ કંઇક એવું કર્યુ જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે.

બ્લેક કેપ્સની 9 વિકેટ પડી ગયા બાદ ક્રીઝ પર ટ્રેંટ બોલ્ટ અને ટિમ સાઉદી બેટિંગ કરી રહ્યાં હતાં. ત્યારે ધોનીએ બોલીંગ એન્ડ પર ઉભેલા કુલદીપ યાદવને કહ્યું, ‘તે આંખ બંધ કરીને બોલ રોકશે, તેને બીજો નાંખી શકે છે’ ધોનીનો અવાજ સ્ટંપ માઇકમાં કેદ થઇ ગયો.

ધોની વારંવાર આ જ વાત કરી રહ્યો હતો અને નવાઇની વાત છે કે તે પછીના જ બાલ પર કુલદીપને બોલ્ટની વિકેટ મળી ગઇ. ટ્રેન્ટ બોલ્ટ સ્લિપ પર કેચ આઉટ થઇ ગયો. વિકેટ મળ્યાં બાદ ધોનીએ હાથ બતાવીને કહ્યું, આવી રીતે જ કહી રહ્યો હતો.

સોશિયલ મીડિયા પર કેપ્ટન કૂલ અને કુલદીપ યાદવની વાતચીતનો વીડિયો ઝડપથી વાયરલ થઇ રહ્યો છે. જણાવી દઇએ કે આવું પહેલીવાર નથી બન્યું. પહેલાં પણ ઘણીવાર ધોની પોતાના અનુભવથી ભારતને વિજય અપાવી ચુક્યો છે.