Saturday, April 20, 2024
HomeVideo: ધોની પાછળ ફેને મૂકી દોટ, ‘માહી’એ જે કર્યુ એ જોવા જેવું...
Array

Video: ધોની પાછળ ફેને મૂકી દોટ, ‘માહી’એ જે કર્યુ એ જોવા જેવું હતું

- Advertisement -

આઇપીએલની 11મી સીઝનની ચેમ્પિયન ચેન્નઇ સુપરકિંગ્સે ચેન્નઇના એમએ ચિદંબરમ સ્ટેડિયમમાં ફેન્સ સામે પ્રેક્ટિસ કરી. જેવી આશા હતી તેમ જ સૌથી વધુ ચીયરિંગ કેપ્ટન એમએસ ધોની માટે થઇ. જેનું તાળીઓના ગડગડાટ સાથે મેદાનમાં સ્વાગત થયું.

જો કે ચોંકાવનારી વાત એ છે કે એક ફેને સુરક્ષા સીમા પાર કરતાં મેદાનમાં દોટ મૂકી અને કેપ્ટન ધોનીને મળવાની ઇચ્છા વ્યક્ત કરી. ધોની પણ મસ્તી કરવામાં પાછળ ક્યાં રહે છે. તેણે ફેનને જોતા જ મેદાનમાં દોડવાનું શરૂ કરી દીધું અને લક્ષ્મીપતિ બાલાજીની આજુબાજુ દોડવા લાગ્યો. સુરક્ષાકર્મી પણ આ વચ્ચે મેદાનમાં આવી ગયા અને ફેનને પકડી લીધો.

https://twitter.com/ChennaiIPL/status/1107342311397089280

હંમેશાની જેમ પછી ધોનીએ દરિયાદિલી દાખવી અને સ્મિત સાથે ફેન સાથે હાથ મિલાવ્યો અને તેને બહાર જવા દીધો. આ વીડિયો સોશિયલ મીડિયા પર સુપરહિટ થઇ ચુક્યો છે.

જણાવી દઇએ કે ધોની આઇપીએલની 12મી સીઝનમાં ચેન્નઇ સુપરકિંગ્સનું નેતૃત્વ કરશે. તેમની બેટિંગ અને વિકેટકીપીંગ પર નજર રાખવામાં આવશે કારણ કે 2019ના વર્લ્ડ કપ માટે તે ટીમ ઇન્ડિયાની પહેલી પસંદ છે.

આઇપીએલની 12મી સીઝન શરૂ થવામાં હવે ગણતરીના દિવસ બાકી છે. પરંતુ આઇપીએલ ફિવર ફેન્સના દિલોદિમાગ પર અત્યારથી જ છવાઇ ગયો છે. તેનો પુરાવો ચેન્નઇના ચિદંબરમ સ્ટેડિયમમાં તે સમયે જોવા મળ્યો જ્યારે ટીમનો પ્રેક્ટિસ સેશન જોવા માટે ફેન્સ ઉમટી પડ્યાં હતાં.

હકીકતમાં આ સીઝનની પહેલી મેચ ગતવિજેતા ચેન્નઇ સુપરકિંગ્સ અને વિરાટ કોહલીની આગેવાની હેઠળના રૉયલ ચેલેન્જર્સ બેંગલોર વચ્ચે રમાશે. બંને ટીમો તેને લઇને જબરદસ્ત મહેનત કરી રહી છે.

રવિવારે ચેન્નઇએ પોતાના ઘરેલૂ મેદાન પર જ્યારે પ્રેક્ટિસ મેચ રમી ત્યારે સ્ટેડિયમમાં દર્શકો માટે ફ્રી એન્ટ્રીની ઘોષણા કરવામાં આવી. પછી તો આખુ ખાલી સ્ટેડિયમ ખીચોખીચ ભરાઇ ગયું.

આની પહેલાં કદાચ જ કોઇ પ્રેક્ટિસ મેચમાં આટલા દર્શકો પહોંચ્યા હશે. પરંતુ ધોનીની ફેન ફોલોઇંગ અને ચેન્નઇ સુપરકિંગ્સ પ્રત્યે લોકોની દિવાનગીએ તે કરી દેખાડ્યું જે પહેલાં ક્યારેય નથી બન્યું.

ચેન્નઇ સુપરકિંગ્સે પોતે તેનો વીડિયો પોસ્ટ કરતાં જણાવ્યું કે પ્રેક્ટિસ મેચમાં 12 હજાર દર્શકો સ્ટેડિયમ પહોંચ્યા હતા. કેપ્ટન એમએસ ધોનીની એન્ટ્રી પર જાણે કે હજારો ફેન્સ વચ્ચે કરંટ પસાર થઇ ગયો.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular