Video: ‘પૈસા પૈસા’ સૉન્ગે મચાવી ‘ટોટલ ધમાલ’, માધુરીનો દિલકશ અંદાજ જોતા જ રહી જશો

0
39

બોલીવુડ એક્ટર અજય દેવગણની ફિલ્મ ‘ટોટલ ધમાલ’નું પહેલું સૉન્ગ  ‘પૈસા યે પૈસા’ રિલીઝ થયું છે. આ સૉન્ગ કિશોર કુમારના અવાજમાં છે. આ વીડિયો સોંગ રિલીઝ થતા જ ઈન્ટરનેટ પર ધૂમ મચાવી રહ્યું છે. આ ગીતને થોડાજ સમયમાં લાખો લોકોએ જોઈ લીધું છે. ફિલ્મ ટોટલ ધમાલનું આ સોંગ ઋષિ કપૂરની ફિલ્મ ‘કર્જ’ના ગીતનું રિમેક છે.

આ સોંગને અજય દેવગનની ફિલ્મ ‘ટોટલ ધમાલ’માં શાનદાર રીતે રજૂ કરવામાં આવ્યું છે. આ સોંગમાં ફિલ્મના બધા કલાકાર જોવા મળી રહ્યાં છે.ઉલ્લેખનીય છે કે આ ગીત ઓરિજનલમાં કિશોર કુમારે ગાયું છે. આ વીડિયો સોંગમાં અજય દેવગન, અનિલ કપૂર, માધુરી દીક્ષિત, અરશદ વારસી, રિતેશ દેશમુખ અને જાવેદ જાફરી ધમાલ મચાવી છે.

આ ગીતમાં બધા કલાકાર પૈસા લૂંટતા નજરે આવી રહ્યાં છે. આ સોંગમાં ભરપૂર કોમેડી જોવા મળી રહી છે. જોકે ગીતનું ટાઇટલ જ ‘પૈસા યે પૈસા’ છે અને ગીતમાં બધા કલાકાર પૈસા પાછળ દોડતા નજરે આવી રહ્યાં છે. જોકે આ ફિલ્મનું ટ્રેલર પણ થોડા દિવસો પહેલા જ રિલીઝ થયું હતું. જેને યુટ્યૂબ પર ધમાલ મચાવી છે

જણાવી દઇ કે  ઈંદ્ર કુમારના ડાયરેક્શન વાળી ‘ધમાલ’ સિરીઝની આ ત્રીજી ફિલ્મ છે. ‘ટોટલ ધમાલ’માં આ વખતે અજય દેવગન, અનિલ કપૂર, માધુરી દીક્ષિત, રિતેશ દેશમુખ, અરશદ વારસી, જાવેદ જાફરી, સંજય મિશ્રા અને પીતોબાશ નજરે આવશે.આ ફિલ્મ સાથે અનિલ કપૂર અને માધુરી દિક્ષિત એકવાર ફરીથી 18 વર્ષ બાદ રૂપેરી પડદે જોવા મળશે. આ ફિલ્મ 22 ફેબ્રુઆરીએ રીલીઝ થશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here