Sunday, September 19, 2021
HomeVIDEO: ભાજપ માં જોડાતા ની સાથે જ જવાહર આવ્યાં અસલી રંગમાં, પત્રકારોને...
Array

VIDEO: ભાજપ માં જોડાતા ની સાથે જ જવાહર આવ્યાં અસલી રંગમાં, પત્રકારોને કહ્યું ‘વાંધો તારા બાપને હતો જ નહીં’

કોંગ્રેસમાંથી રાજીનામુ આપી ભાજપમાં જોડાયેલા માણાવદરના પૂર્વ ધારાસભ્ય જવાહર ચાવડામાં હવે ભરપૂર ઘમંડ આવી ગયો હોય તેમ લાગી રહ્યુ છે. તેઓ હવે સીધા પત્રકારો પર બેફામ બોલી રહ્યા છે. જવાહર ચાવડાના સામે આવેલા વીડિયોમાં તેઓ વિવેક ભૂલતા નજરે પડે છે. પક્ષપલટા અંગે બોલતા જવાહર ચાવડા પત્રકારોને ઉદ્દેશીને વાત કરતા જીભ પર કાબૂ ગુમાવતા આ વીડિયોમાં જોવા મળે છે.

તેઓ કોંગ્રેસ છોડી ભાજપમાં કેમ જોડાયા તેવા મીડિયાના સવાલોનો ઉલ્લેખ કરીને કહે છે કે વાંધો તારા બાપને હતો જ નહી. મીડિયાકર્મીઓ અંગે જવાહર ચાવડાએ બોલેલા આ શબ્દોથી ચર્ચા પણ જાગી છે. ભાજપમાં સામેલ થઇને પ્રધાન બન્યા બાદ જવાહર ચાવડાએ આ વીડિયોમાં પત્રકારો માટે વાપરેલા શબ્દોને કારણે તેમની ટીકા પણ થઇ રહી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments