Saturday, September 18, 2021
HomeVideo: મલાઇકા-અર્જૂનના લગ્નની ખબરો પર અરબાઝ ખાનનું જબરદસ્ત રિએક્શન, બોલી ગયો એવું...
Array

Video: મલાઇકા-અર્જૂનના લગ્નની ખબરો પર અરબાઝ ખાનનું જબરદસ્ત રિએક્શન, બોલી ગયો એવું જે કોઇએ વિચાર્યુ પણ નહી હોય

બોલિવુડની મુન્ની એટલે કે મલાઈકા અરોરા આ દિવસોમાં માલદિવમાં તેની ગર્લ ગેંગ સાથે વેકેશન મનાવી રહી છે.ત્યારે ખબરો આગની જેમ ફેલાઈ રહી છે કે જલ્દી જ મલ્લા બેબી તેના બોયફ્રેન્ડ અર્જુન કપૂર સાથે લગ્ન કરવા જઈ રહી છે.

https://www.instagram.com/p/Bvj_HfKhW0E/?utm_source=ig_embed&utm_campaign=embed_locale_test

જ્યારે આ વિશે જ્યારે મલાઈકાના એક્સ હસબન્ડ અરબાઝ ખાનને પૂછવામાં આવ્યુ ત્યારે તેણે પૂછનારા રીપોર્ટરની મજાક ઉડાવી.અરબાઝે કહ્યુ કે, વાહ શું સવાલ છે. આ માટે તો તે રાતથી તૈયારી કરી હશે નહીં. જો કે તે આ સવાલ પૂછવામાં ઘણો સમય લગાવ્યો છે એટલે હું પણ આ સવાલનો જવાબ કાલ સુધી વિચારીને જણવીશ.અને છી અરબાઝ કોન્સટેન્ટલી હસતો રહ્યો.ભઈ અરબાઝની આ મસ્તી પરથી તો લાગી રહ્યુ છે કે, તેને અર્જુન-મલાઈકાના લગ્નથી કોઈ જ ફર્ક નથી પડતો.

બોલીવુડમાં તાજેતરમાં જ અભિનેતા અર્જૂન કપૂર અને અભિનેત્રી મલાઇકા અરોરાના લગ્નની ખબરો આવી હતી. પાછલા ઘણા સમયથી અવોર્ડ ફંક્શન હોય કે બોલીવુડ પાર્ટી આ લવબર્ડઝ બધે જ સાથે જોવા મળતા હતાં. આ ઉપરાંત મલાઇકા અર્જૂનના પરિવારની ઘણી નજીક આવી ગઇ છે. કપૂર પરિવારમાં થતાં દરેક ફંક્શનમાં મલાઇકાને સ્પેશિયલ ગેસ્ટ તરીકે આમંત્રિત કરવામાં આવે છે.

આ ખબરો વચ્ચે મલાઇકાએ એવી તસવીરો શેર કરી છે જેને જોઇને સમજી શકાય કે મલાઇકા પોતાની બેચલર પાર્ટી એન્જોય કરી રહી છે.

મલાઇકા પોતાની ગર્લ ગેન્ગ સાથે માલદીવમાં એન્જોય કરી રહી છે. રિપોર્ટ અનુસાર મલાઇકા લગ્ન પહેલા એક રોલર કોસ્ટર ટ્રિપ કરવા માંગતી હતી તેના માટે તેણે આ ડેસ્ટિનેશન પસંદ કર્યુ.

ખબરોની માનીએ તો મલાઇકા અર્જૂન એક પ્રાઇવેટ સેરેમનીમાં લગ્ન કરવા જઇ રહ્યાં છે.ખબર છે કે આ લવ બર્ડ્ઝ આગામી મહિને એટલે કે એપ્રિલ મહિનામાં લગ્નના બંધનમાં બંધાઇ જશે. કરીના કપૂર અને તેની બેસ્ટ ફ્રેન્ડ અમૃતા અરોરા, મલાઇકાની બ્રાઇડમેટ્સ હશે. જો કે તેના ડિઝાઇનર ક્રૂ અને અન્ય લોકોને મોઢુ બંધ રાખવાની સલાહ આપવામાં આવી છે.

 

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments