Wednesday, September 22, 2021
HomeVIDEO: માનવતાની મિસાલ બન્યાં રાહુલ ગાંધી, ઘાયલ થયેલાં પત્રકારને વ્હારે આવ્યાં
Array

VIDEO: માનવતાની મિસાલ બન્યાં રાહુલ ગાંધી, ઘાયલ થયેલાં પત્રકારને વ્હારે આવ્યાં

વાયનાડઃ કેરલનાં વાયનાડમાં લોકસભા ચૂંટણી માટે ઉમેદવારી ભરવા ગયેલ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીનાં રોડ શો દરમ્યાન બૈરિકેડિંગ ટૂટવાંથી 3 પત્રકાર ઘાયલ થયાં હતાં. ત્યારે આ પત્રકારોની હળવી ઇજા પણ પહોંચી હતી. ત્યાર બાદ રાહુલ ગાંધી ખુદ તેઓને એમ્બ્યુલન્સ સુઘી લઇ ગયાં.

ઘાયલ પત્રકારોમાં મહિલા પત્રકાર પણ શામેલ હતી. રાહુલનાં રોડ શોને જોતાં ખૂબ મોટી સંખ્યામાં કોંગ્રેસ કાર્યકર્તાઓ તેઓનાં સ્વાગતમાં જોડાયાં હતાં. આ દરમ્યાન એક બેરિકૈડ તૂટવાંથી પત્રકાર ટ્રક પરથી નીચે પડી ગયાં અને ઘાયલ થઇ ગયાં.

https://www.facebook.com/vs.joy/videos/371625356897937/?t=0

પત્રકારોનાં ઘાયલ થવાંથી ત્યાં ખૂબ અફરાતફરી મચી ગઇ હતી. આ ઘટના બાદ રાહુલ ગાંધી તુરંત તે ઘાયલ પાસે પહોંચી ગયાં અને તેઓનાં હાલચાલ પૂછ્યાં. રાહુલ ગાંધી પત્રકારોને એમ્બ્યુલન્સ સુધી લઇને ગયાં. આ પહેલાં રાહુલ ગાંધીએ ગુરૂવારનાં રોજ ‘ભગવાન કે અપને દેશ’ કહેવાતા કેરલનાં વાયનાડ લોકસભા સીટ પરથી ઉમેદવારી દાખલ કરી. ઉમેદવારી કર્યા બાદ રાહુલ ગાંધી પોતાની બહેન પ્રિયંકા ગાંધી અને અન્ય નેતાઓ સાથે રોડ શો કરવા નીકળી પડ્યાં.

દિલ્હીમાં ઘાયલ પત્રકારને હોસ્પિટલ લઇ ગયાં:
ત્યારે પત્રકારે જણાવ્યું હતું કે, ‘હુમાયૂં રોડ પર પાછળથી આવતી એક બાઇકે મને ટક્કર મારી દીધી અને હું પડી ગયો. ત્યારે રાહુલ ત્યાંથી પસાર થઇ રહ્યાં હતાં. તેઓનાં 2 માણસ ગાડીમાંથી ઉતરીને મારી પાસે આવ્યાં અને મને ઉઠાવીને પોતાની ગાડીમાં લઇ ગયાં. રાહુલે કહ્યું કે, ‘આપનાં માથામાં ઇજા થઇ છે, તો હું આપને હોસ્પિટલ લઇને જઉં છું અને ડૉક્ટરને દેખાડીશ. તેઓ ઓએસડીમાં 4 કલાક સુધી મારી સાથે રોકાયાં.’

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments