Sunday, November 28, 2021
HomeVIDEO-માનવતા મરી નથી ગઈ, કોન્સ્ટેબલ ઘાયલ દર્દીને ઉઠાવી દોઢ કિલોમીટર દોડ્યો અને...
Array

VIDEO-માનવતા મરી નથી ગઈ, કોન્સ્ટેબલ ઘાયલ દર્દીને ઉઠાવી દોઢ કિલોમીટર દોડ્યો અને જીવ બચાવ્યો

મધ્યપ્રદેશના પોલીસ વિભાગની કાર્યશૈલી અને નિષ્ક્રિયતા પર આરોપ પ્રત્યારોપ લાગ્યા કરે છે. એ વચ્ચે હોશંગાબાદ જિલ્લામાં એક એવી તસવીર સામે આવી છે જેને જોઈ તમારૂં સેલ્યુટ કરવાનું મન થશે. એવું એટલા માટે કારણ કે ટ્રેનથી નીચે પડી ગયેલા એક યુવકને હોસ્પિટલ પહોંચાડવા માટે પોલીસ જવાને કોઈ પણ પ્રકારની રાહ જોયા વિના પોતાના ખભ્ભા પર ઉઠાવી દોઢ કિલોમીટર સુધી દોડ લગાવી. અને હોસ્પિટલ પહોંચાડી તેનો જીવ પણ બચાવ્યો.

જાણકારી મુજબ, સિવની મામલાના શિવપુર પોલીસ સ્ટેશનના પીપલ નામનું ગામ છે. ડાયલ 100ને ભોપાલથી જાણકારી મળી હતી કે એક યુવક ચાલતી ટ્રેનમાંથી પડી ગયો છે. સૂચના મળતાની સાથે જ રક્ષક પૂનમ બિલ્લોર અને ગાડીના ડ્રાઈવર રાહુલ સાકલ્લે કોઈ પણ પ્રકારની રાહ જોયા વિના ઘટના સ્થળ પર પહોંચ્યા. પણ પહોંચ્યા ત્યારે ખબર પડી કે પટરી સુધી જવા માટે સડક નથી. જેથી કોઈ પ્રકારની ગાડી ત્યાં પહોંચી ન શકે. આ માટે તેઓ દોડીને પટરી સુધી ગયા.

એવામાં ડાયલ-100ની ગાડી ઘટનાસ્થળ સુધી ન પહોંચી શકેત. જે પછી 100 ડાયલ કરનારા પોલીસકર્મી પૂનમ બિલ્લોરે ઘાયલ વ્યક્તિને પોતાના ખભ્ભા પર ઉપાડ્યો. અને પટરીઓના રસ્તે દોઢ કિલોમીટર સુધી દોડ લગાવી. જે પછી એમ્બ્યુલન્સ દ્વારા સિવની માલવાના સરકારી હોસ્પિટલમાં તેને પહોંચાડવામાં આવ્યો.

ઘાયલ યુવકની ઓળખ થતા ખબર પડી કે અજીત શિવશંકર ઉંમર 20 વર્ષીયના રૂપે થઈ છે. તે ગંભીર રીતે ઘાયલ થયો હતો જેથી તેને સિવની હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યો છે. પ્રારંભિક ઉપચાર આપ્યા બાદ ભોપાલ રેફર કરવામાં આવ્યો છે.

 

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments