Tuesday, December 7, 2021
HomeVIDEO: મોહમ્મદ શમી એવું ઇંગ્લિશ બોલ્યો કે સાયમન હિંદી બોલવા લાગ્યો
Array

VIDEO: મોહમ્મદ શમી એવું ઇંગ્લિશ બોલ્યો કે સાયમન હિંદી બોલવા લાગ્યો

ઇન્ડીયા vs ન્યૂઝીલેન્ડમાં પહેલી વનડેમાં જીત અને બીજામાં પણ જીત અને હવે ત્રીજી વનડે પણ ટીમ ઇન્ડીયાએ તાબડતોડ રીતે જીતીને પાંચ વનડે મેચોની સીરીઝ પણ પોતાને નામે કરી લીધી છે. મેચની આમ તો અનેક ઉપલબ્ઘિ છે. પરંતુ વધુ એક ઉપલબ્ધિ એ પણ છે અને તે છે આ સવાલનો જવાબ- વનડેમાં ભુવનેશ્વર અને બુમરાહ બાદ કોણ? તો આનો જવાબ પણ આ સીરીઝમાં મળી ગયેલ છે.

આ નામ છે મોહમ્મદ શમીનું. બુમરાહની ગેરમોજૂદગીમાં જે રીતે શમીએ જે રીતે મોકાને હાંસલ કર્યો છે તે રીતે તો તેની પ્રશંસા થવી જોઇએ. છેલ્લી 3 મેચોમાં શમીએ 7 વિકેટ લીધી છે. ત્રીજી મેચમાં 3 વિકેટ કે જેનાં માટે શમીને મેન ઓફ ધ મેચ એવોર્ડ પણ મળ્યો. પરંતુ આટલે સુધી તો અહીં માત્ર કથા જ હતી. પરંતુ મજેદાર ચીજ તો ત્યારે થઇ કે જ્યારે શમીને આ એવોર્ડ આપવામાં આવી રહ્યો હતો.

હવે શમીની ઇંગ્લિશ તો સૌ કોઇ વાકેફ જ છે. શું ગજબની ટૂટી-ફૂટી ઇંગ્લિશ તેઓ બોલે છે. હવે એવોર્ડ લીધાં બાદ સૌથી વધારે ટેન્શનની વાત એ છે કે આપને પ્રેઝન્ટેશન સેરેમનીનાં એંકર સાથે વાત કરવાની હોય છે. તે પણ ઇંગ્લિશમાં.

શમીનો મોકો આવ્યો તો તેઓની મદદ માટે ત્યાં વિરાટ કોહલી પણ ઉભા હતાં. પર શમીએ તો અહીં પણ સ્ટમ્પ ઉડાવી દીધાં. ગદર ઇંગ્લિશ બોલી નાખી. આનાંથી તેઓ સાથે વાત કરી રહેલ એંકર સાઇમન ડાઉલ ઇમ્પ્રેસ થઇ ગયાં. એટલું કે તેઓ ખુદ હિંદી બોલવા લાગ્યાં. બોલ્યાં: Your English બહુત અચ્છા. ખુદ સુન લીજીયે…

આ વાક્યનો અર્થ તો ખરેખર તે જ થઇ ગયો કે ભારતવાળા ઇંગ્લિશ સીખી શકશે કે નહીં, સામેવાળાને જરૂરથી હિંદી શિખવાડી દઇશું. પરંતુ મુદ્દાની વાત એ છે કે શમીનું પરફોર્મ સારું છે અને વર્લ્ડકપને ધ્યાને રાખતા શુભ સંકેત પણ.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments