Video : રેમ્પ પર જલવો વિખેરી રહી હતી આ એક્ટ્રેસ, અચાનક થયું કંઇક એવું કે ધ…ડા…મ…

0
28

બોલીવુડની બોલ્ડ બ્યૂટી યામી ગૌતમ હાલ ઉરીની સફળતાને એન્જોય કરી રહી છે. ફિલ્મની સફળતા બાદ ગઇકાલે યામી ગૌતમ લેકમે ફેશન વીક 2019માં રેમ્પ વોક કરતી જોવા મળી હતી. મંગળવારે લેકમે ફેશન વીક સ્ટાર્ટ થઇ ગયું છે. પહેલા દિવસે કરણ જોહર અને તબ્બૂ રેમ્પ કરતાં નજરે પડ્યાં. બીજા દિવસે યામી ગૌતમે રેમ્પ વૉક કર્યુ પરંતુ આ દરમિયાન તેની સાથે એક દુર્ઘટના ઘટતાં રહી ગઇ.

હકીકતમાં સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે જેમાં યામી રેમ્પ વૉક કરતાં નજરે પડી રહી છે. પરંતુ અચાનક જ તેનું ગાઉન સેન્ડલમાં ફસાઇ જાય છે અને યામીના કદમ ડગમગી જાય છે. જો કે આ સમયે પણ યામીએ પોતાની જાતને સંભાળી લીધી અને તે પછી યામી સ્માઇલ સાથે આગળ વધે છે. જેની ખૂબ પ્રશંસા થઇ રહી છે.

https://www.instagram.com/p/BtQ6QJdFs6_/?utm_source=ig_embed

રેમ્પ વોક દરમિયાન યામીનું બેલેન્સ બગડ્યું હતું અને તે પડતાં-પડતાં બચી હતી. યામીનો આ વીડિયો વાયરલ થઇ રહ્યો છે. વીડિયોમાં જોઇ શકાય છે કે, રેમ્પ પર વોક દરમિયાન તેનું બેલેન્સ બગડે છે. જોકે, યામીએ પરિસ્થિતિને સાચવતી જોવા મળે છે અને પડતાં-પડતાં બચી જાય છે. ઇવેન્ટમાં યામી લોંગ ગાઉન અને બુટ્સમાં જોવા મળી હતી.

જોકે, આ બાદ યામી પોતાને સાચવે છે અને ચહેરા પર સ્મિથ સાથે આગળ વધે છે. આ જોતાં ત્યાં હાજર ઓડિયન્સ પણ તેને ચિયર કરતાં જોવા મળ્યા હતા. યામી ઉપરાંત આ ઇવેન્ટમાં તબ્બુ અને કરન જોહર પણ રેમ્પ પર જોવા મળ્યા હતા.

https://www.instagram.com/p/BtSc7L0FCWr/?utm_source=ig_embed

જણાવી દઇએ કે યામી ગૌતમ તાજેતરમાં જ રીલિઝ થયેલી ફિલ્મ ‘ઉરી’માં નજરે પડી હતી. આ ફિલ્મમાં તેના અભિનયને લઇને તે ચર્ચામાં છે. ફિલ્મ બોક્સ ઓફિસ પર સારી કમાણી કરી રહી છે. અત્યાર સુધીમાં ફિલ્મે 150 કરોડથી વધુ કલેક્શન કર્યું છે.

25 કરોડના બજેટમાં બનેલી આ ફિલ્મને 800 સ્ક્રીન પર શેર કરવામાં આવી હતી. ફિલ્મમાં યામી સાથે વીકી કૌશલના અભિનયના પણ ભારોભાર વખાણ થઇ રહ્યાં છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here