Thursday, September 23, 2021
HomeVideo: સની લિયોનીના ચોરી કરવાના દિવસો આવ્યા, ઝડપાઇ ગઇ તો આવા બહાના...
Array

Video: સની લિયોનીના ચોરી કરવાના દિવસો આવ્યા, ઝડપાઇ ગઇ તો આવા બહાના કાઢ્યા

બોલીવુડની ખૂબસુરત એક્ટ્રેસ સની લિયોની કામની સાથે સાથે ખૂબ મસ્તી પણ કરતી હોય છે. તે અવારનવાર ફિલ્મના સેટ પર પોતાના ક્રૂ મેમ્બર સાથે મસ્તી કરતી નજરે આવતી હોય છે અને તેના વીડિયો પણ સોશિયલ મીડિયા પર શેર કરતી હોય છે. પરંતુ આ વખતે સની લિયોની ચોરી કરતાં ઝડપાઇ છે અને તેની આ ચોરી કેમેરામાં કેદ થઇ ગઇ છે.

https://www.instagram.com/p/BvbkJw8BKby/?utm_source=ig_embed

સની લિયોનીએ ઇન્સ્ટાગ્રામ પર એક નવો વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં સની લિયોની કેક ચોરી કરતાં નજરે પડી રહી છે. સનીએ આ વીડિયો પોતાના ઑફિશિયલ એકાઉન્ટ પર શેર કર્યો છે. વીડિયો સાથે સનીએ કેપ્શનમાં લખ્યું છે કે, હું કામ દરમિયાન ખૂબ મસ્તી કરૂ છું. તેમ છતાં મારી ટીમ મને કેકનો એક ટુકડો પણ નથી આપતી. મારી ટીમ કેક લઇ જાય છે અને પોતે જ ખાઇ જાય છે. તે મને ઑફર પણ નથી કરતાં.

https://www.instagram.com/p/BvYtVvrBk7Z/?utm_source=ig_embed

આ વીડિયોમાં જોઇ શકાય છે કે સની કેકના અનેક ટુકડા ઉઠાવીને પોતાના બેગમા મુકી દે છે પરંતુ સની ઝડપાઇ જાય છે. પકડાઇ જતાં સની કહે છે કે, તેમની સાથે કામ કરનારા ઘણી મહેનતથી કામ કરે છે પરંતુ તેના માટે કેક નથી રાખતાં.

https://www.instagram.com/p/BvWmBKChI2Y/?utm_source=ig_embed

જણાવી દઇએ કે તાજેતરમાં જ સનીએ એક ચેટ શૉમાં જણાવ્યું હતું કે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં તેના કોઇ સારા મિત્રો નથી. તેણે શૉમાં જણાવ્યું કે ફિલ્મી દુનિયાના લોકો સૌથી ખરાબ હોય છે. જરૂરિયાતના સમયે તમારી સાથે કોઇ ઉભુ નથી હોતુ.

https://www.instagram.com/p/BvLsFBqh9xR/?utm_source=ig_embed

સનીએ જણાવ્યું હતું કે કેટલાંક લોકો સિવાય તેને કોઇએ સપોર્ટ કર્યો ન હતો. તેણે કહ્યું કે ફિલ્મ ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલા લોકોથી તેને કોઇ આશા નથી તેથી તે ક્યારેય નિરાશ નથી થતી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments