Video: હાર્દિકનો ‘ઉડન-છૂ’ કેચ, પ્રતિબંધ બાદ ફુલફોર્મમાં પંડ્યા

0
42

ટીવી શૉમાં કથિત વિવાદિત ટિપ્પણીઓના કારણે ભારતીય ક્રિકેટ ટીમમાંથી બરતરફ થયેલા ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાએ વાપસી કરી લીધી છે. ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાઇ રહેલી ત્રીજી વન ડે મેચમાં તેને તક આપવામાં આવી છે. વન ડે મેચમાં વાપસી કરતાં જ હાર્દિકે ધમાલ મચાવી છે. તે આ તકનો પૂરો લાભ લઇ રહ્યો છે. તેણે બોલીંગની સારી શરૂઆત કરી અને પોતાની પહેલી ઓવરમાં ફક્ત એક જ રન આપ્યો. તે બાદ તેણે યજમાન ટીમના કેપ્ચન કેન વિલિયમ્સનનો શાનદાર કેચ પણ કર્યો.

પંડ્યાએ આ કેચ યુજવેન્દ્ર ચહલની ઓવરમાં કર્યો હતો. બોલને વિલિયમ્સને પૂરા જોર સાથે ફટકાર્યો અને પંડ્યાએ હવામાં ઉછળીને તે કેચ કરી લીધો. જો કે પંડ્યાએ આ કેચ કર્યા બાદ પણ તેવી ઉજવણી ન કરી જેના માટે તે જાણીતો છે.

તેમ છતાં પંડ્યાના આ કેચની સોશિયલ મીડિયા પર ખૂબ પ્રશંસા થઇ રહી છે. પૂર્વ ભારતીય ક્રિકેટર મહોમ્મદ કૈફે લખ્યું કે, આ વિકેટ ફિલ્ડરના કારણે મળી છે. ખરેખર હાર્દિકે શાનદાર કેચ કર્યો.

જણાવી દઇએ કે શાનદાર ફોર્મમાં રહેલા વિકેટકીપર બેટ્મેન મહેન્દ્ર સિંહ ધોની ઇજાગ્રસ્ત થતાં ભારત અને ન્યૂઝીલેન્ડ સામે રમાઇ રહેલી ત્રીજી વન ડેમાં નહી રમી શકે. ધોનીના સ્થાને ટીમ ઇન્ડિયાએ સોમવારે ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ માઉન્ટ મોનગનુઇમાં ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાને પ્લેઇંગ ઇલેવનમાં સામેલ કર્યો છે. પંડ્યાને વિજય શંકરની જગ્યાએ ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. તો બીજી બાજુ ભારતીય ટીમને વિકેટકીપર અને પૂર્વ કેપ્ટન એમએસ ધોનીની કમી નડશે.

હાર્દિક પંડ્યા અને કેએલ રાહુલને એક લોકપ્રિય ટીવી શો કોફી વિધ કરણમાં આપત્તિજનક નિવેદન આપવાના કારણે નિલંબિત કરી દેવામાં આવ્યો હતો. બંને ખેલાડીઓને ઓસ્ટ્રેલિયા પ્રવાસથી સ્વદેશ મોકલી દેવામાં આવ્યા હતા. જો કે ગત સપ્તાહે બંનેનુ નિલંબન હટાવી દીધુ હતું. પંડ્યાને ગત વર્ષે સપ્ટેમ્બરમાં એશિયા કપ દરમિયાન ઇજા પહોંચી હતી. ત્યારબાદથી એ ક્રિકેટ એક્શનથી દૂર છે. પૂરી ફિટનેસ મેળવ્યા બાદ પંડ્યા ઓસ્ટ્રેલિયામાં ટેસ્ટ સીરિઝ માટે ટીમ ઇન્ડિયાથી જોડાયો.

પંડ્યાની હાજરીથી મિડિલ ઓર્ડર મજબૂત થાય છે અને ટીમ ઇન્ડિયાને ફાસ્ટ બોલિંગ વિભાગમાં પણ મદદ મળે છે. કેપ્ટન વિરાટ કોહલી ઘણી વખત આ વાતનો સ્વિકાર કરી ચૂક્યો છે. પંડ્યાને વિજય શંકરના સ્થાને સામેલ કરવામાં આવ્યો છે. શંકરે અત્યાર સુધી કંઇ એવું કરી નથી દેખાડ્યું જે પંડ્યાએ કર્યુ છે.

કૉફી વિથ કરણમાં થયેલા વિવાદ બાદ પંડ્યા અને કેએલ રાહુલના એપિસોડને હૉટસ્ટારે હટાવી દીધો હતો. આ શૉમાં પંડ્યા અને રાહુલે રિલેશનશીપ્સ, ક્રશ, મનપસંદ ફિલ્મ, એક્ટર અને એક્ટ્રેસ વિશે વાત કરી હતી. જ્યાં રાહુલે પોતાના શબ્દોની પસંદગી પર ધ્યાન આપ્યું હતું જ્યારે પંડ્યાએ ખુલીને પોતાના અંગત જીવન વિશે વાત કરી હતી, જેને લઇને મોટો હોબાળો થયો હતો.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here