Thursday, April 18, 2024
HomeVideo: ધોનીએ વીજગતિએ કર્યુ સ્ટમ્પિંગ, જોતો રહી ગયો શુભમન ગિલ
Array

Video: ધોનીએ વીજગતિએ કર્યુ સ્ટમ્પિંગ, જોતો રહી ગયો શુભમન ગિલ

- Advertisement -

ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન અને હાલના વન ડે વિકેટકીપર મહેન્દ્ર સિંહ ધોની દુનિયાના સર્વશ્રેષ્ઠ ફિનિશર અને વિકેટ પાછળ પોતાની ચપળતા માટે જાણીતા છે. તેને કોઇપણ બેટ્સમેનને સ્ટંપ અથવા રન આઉટ કરવામાં એક સેકેન્ડ કરતાં પણ ઓછો સમય લાગે છે. ઉંમરની સાથે સાથે આ દિગ્ગજનું પ્રદર્શન યુવા ખેલાડીઓને પણ શરમાને તેવું થતું ગયું છે.

https://twitter.com/Vidshots1/status/1115645877429784576

આઇપીએલની 12મી સીઝનમાં પણ ધોનીનો જલવો કાયમ છે. કલકત્તા અને ચેન્નઇ વચ્ચેની મેચમાં ધોનીની કીપીંગનો જલવો ફરી જોવા મળ્યો. કલકત્તાની ઇનિંગની 11મી ઓવર ચાલી રહી હતી અને બોલીંગ ઇમરાન તાહિર કરી રહ્યો હતો. આ દરમિયાન યુવા શભમન ગિલ સ્ટ્રાઇક પર હતો. તાહિરે પોતાની ઓવરની શરૂઆત શાનદાર ગુગલી સાથે કરી.

ગિલ આ બોલ સમજવામાં થાપ ખાઇ ગયો અને બોલ સ્ટંપ ઉપર થઇને ધોનીના હાથમાં પહોંચી ગયો. તે બાદ સૌકોઇ જાણતા જ હતાં અને ધોનીએ આંખના પલકારે જ ગિલ્લીઓ વિખેરી નાંખી. આ દરમિયાન બેટ્સમેનને ક્રીઝ પર પાછો પગ મુકવાની તક પણ ન મળી. આ વીડિયોની ખાસ વાત એ છે કે ધોનીના સ્ટંપિંગ પહેલા જ તાહિર જશ્ન મનાવા લાગ્યો હતો. એનો અર્થ એ જ છે કે તાહિર પહેલાથી જ સમજી ગયો હતો કે ધોની આ તક જતી નહી કરે.

જણાવી દઇએ કે ચેન્નઇએ આ મેચમાં કલકત્તાની ટીમને 7 વિકેટથી હરાવી. ચેન્નઇના બોલરોમાં દીપક ચાહરે 3, ઇમરાન તાહિર અને હરભજન સિંહે 2-2 વિકેટ લીધી. કલકત્તા માટે રેસેલે ફરી એકવાર ધમાકેદાર ઇનિંગ રમી પરંતુ તે પોતાની ટીમને વીજયી બનાવવામાં સફળ ન રહ્યો.

 

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular