VIDEO: 10 વર્ષ બાદ મળેલી જીતનો જશ્ન ધોની-વિરાટે આ રીતે મનાવ્યો

0
33

ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાયેલી પ્રથમ વન ડેમાં ટીમ ઇન્ડિયાએ આઠ વિકેટથી જીત હાંસલ કરી. આ જીત સાથે ભારતે પાંચ વન ડે મેચની શ્રેણીમાં 1-0ની સરસાઈ પ્રાપ્ત કરી લીધી. આ જીત ભારત માટે ખાસ રહી, કારણ કે ન્યૂઝીલેન્ડ સામે તેમની જ ધરતી પર ભારતને 10 વર્ષ બાદ વન ડે મેચમાં જીત મળી. આ મેચમાં જીત બાદ ધોની અને કોહલીએ અનોખા અંદાજમાં મેદાન પર જીતનો જશ્ન મનાવ્યો.

જીત બાદ ટીમ ઇન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલી અને મહેન્દ્રસિંહ ધોની કેમેરા ક્રૂના સેગવે પર મસ્તી કરતા નજરે પડ્યા. કેપ્ટન વિરાટ કોહલીએ મેદાન પર કેમેરા ક્રૂના સેગવે પર સવારી કરીને જીતો જશ્ન મનાવ્યો. કોહલીએ સેગવે પર થોડી મસ્તી-મજાક કરી અને અલગ અલગ તસવીરો પણ ખેંચાવી. કોહલીનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાઇરલ થયો છે. કોહલી બાદ ધોનીએ પણ સેગવેની સવારી કરી અને મેદાનનું ચક્કર લગાવ્યું હતું. BCCIએ આ બંને દિગ્ગજોના આ જશ્નનો વીડિયો ટ્વિટ કર્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here