Thursday, September 23, 2021
Homeવર્ક ફ્રોમ હોમના કારણે વીડિયો કોન્ફરન્સિંગનો થાક પુરુષોની જગ્યાએ મહિલાઓને વધારે
Array

વર્ક ફ્રોમ હોમના કારણે વીડિયો કોન્ફરન્સિંગનો થાક પુરુષોની જગ્યાએ મહિલાઓને વધારે

વર્ક ફ્રોમ હોમના કારણે વીડિયો કોન્ફરન્સિંગ પર કલાકો સુધી સમય વિતાવવાની નકારાત્મક અસર પુરુષોની જગ્યાએ મહિલાઓમાં વધારે જોવા મળી. ઓનલાઈન થતી આવી મીટિંગને ઝૂમ ફટિંગ કહેવામાં આવે છે. ઝૂમ ફટિંગ દર 7માંથી એક મહિલા જ્યારે દર 20માંથી એક પુરુષને અસર કરે છે. સ્ટેનફોર્ડ યુનિવર્સિટીના રિસર્ચના જણાવ્યા પ્રમાણે, મહિલાઓ લાંબા સમય સુધી ઓનલાઈન કોલ્સ અટેન્ડ કરતી હોવાથી વધારે થાક મહેસૂસ કરે છે. આ રિસર્ચ ટેકનોલોજી, માઇન્ડ અને બિહેવિયર જર્નલમાં પ્રકાશિત કરવામાં આવ્યું. સ્ટેનફોર્ડ યુનિવર્સિટીના સંશોધકોએ ફેબ્રુઆરી અને માર્ચમાં ઝૂમ ફટિંગનો શિકાર બનેલા 10.322 સહભાગીઓ પર આ રિસર્ચ કર્યું.

સ્કૂલ ઓફ હ્યુમનિટીઝ એન્ડ સાયન્સના પ્રોફેસર અને આ રિસર્ચના ઓથર જેફરી હેનકોકના જણાવ્યા પ્રમાણે, આ રિસર્ચથી એ જાણવા મળ્યું કે ઝૂમ ફટિંગની મહિલાઓ પર કેટલી અસર થાય છે. તે ઉપરાંત એ પણ સાબિત થયું કે, તેનું કારણ શું છે. સોશિયલ સાઈકોલોજિસ્ટ તેનું કારણ સેલ્ફ ફોકસ્ડ અટેન્શનને માને છે. સંશોધકોએ તેને મિરર એન્ક્ઝાઈટી નામ આપ્યું. મહિલાઓને લાગતા થાકનું કારણ એક જ જગ્યા પર વધારે સમય સુધી બેસી રહીને મીટિંગ અટેન્ડ કરવાનું પણ છે.

સંશોધકોને જાણવા મળ્યું કે, દરરોજ મહિલાઓ પુરુષો જેટલી જ મીટિંગ અટેન્ડ કરે છે. પરંતુ તેમની મીટિંગ પુરુષોની જગ્યાએ લાંબા સમય સુધી ચાલે છે. મીટિંગની વચ્ચે તેઓ બ્રેક લેવાનું પણ પસંદ નથી કરતી. તેના કારણથી તેમને વધારે થાક મહેસૂસ થાય છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments