વીડિયો વાયરલ : ભાજપના કોર્પોરેટરનો પતિ બર્થ-ડે પાર્ટીમાં જાહેરમાં બિયરની છોળો ઉડાડતા દેખાયો

0
10

શહેરના અસારવામાં બર્થડે પાર્ટીમાં દારૂની મહેફિલ માળતા વીડિયો વાયરલ થયો છે. જેમાં અસારવા રેલવે સ્ટેશનની બહાર રીતસર ટેબલ ગોઠવીને કેક મુકવામાં આવી છે. જેમાં એક યુવક બિયરની બોટલ હલાવીને તેની છોળો ઉછાળી રહ્યો છે. આ વીડિયોમાં દેખાતો શખ્સ ઇન્ડિયા કોલોની વોર્ડના ભાજપના મહિલા કોર્પોરેટરનો પતિ છે.

નાઈટ કર્ફ્યૂમાં બર્થ-ડે પાર્ટીની ઉજવણી
સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે, અસારવા રેલવે સ્ટેશન પર જાહેરમાં બર્થડેમાં દારૂની મહેફિલ યોજવામાં આવી હતી. અખિલેશ પાંડે નામના શખ્સનો જન્મ દિવસની ઉજવણી કરવામાં આવી રહી હતી. નાઈટ કર્ફ્યુમાં એક તરફ સામાન્ય લોકો નિયમ પાલન કરી રહ્યા છે ત્યારે આવા લોકો નિયમોના લીરે લીરા ઉડાવી રહ્યા છે. આવા વીડિયોના કારણે શહેરમાં કડક દારૂ બંધીના પોલીસના દાવા પર સવાલ ઉભો થયો છે. ઇન્ડિયા કોલોનીના મહિલા કોર્પોરેટરનો પતિ સચિન પરમાર પણ મહેફિલમાં સામેલ હતા. સચિન પરમાર સામે અગાઉ કેટલાક ગંભીર આક્ષેપ થયા હતા. હવે આ કેસમાં પોલીસ શું કાર્યવાહી કરે છે તેના પર પ્રશ્ન ઉભો થયો છે.

ભાજપના કોર્પોરેટર સાથે તેમના પતિની તસવીર
ભાજપના કોર્પોરેટર સાથે તેમના પતિની તસવીર

કોર્પોરેટરના પતિ જ દારૂ સાથે દેખાયા
અસારવા રેલવે સ્ટેશન કમ્પાઉન્ડમાં જાહેરમાં બર્થ ડેની ઉજવણી અને બિયરની છોળો ઉછાળી ઉજવણીના વાઈરલ વીડિયો મામલે અમદાવાદ રેલવે પોલીસ સ્ટેશનના પીઆઇ આર.એમ.ચુડાસમાએ વાતચીતમાં જણાવ્યું હતું કે, જાહેરનામા ભંગ અને પ્રોહિબિશનનો ગુનો નોંધવામાં આવ્યો છે. 10થી 12 અજાણ્યા માણસો સામે ગુનો દાખલ કર્યો છે. અખિલેશ નામનો એક વ્યક્તિ ઓળખાયો છે બાકીના નામ તપાસમાં ખુલશે.

પોલીસની ઢીલી કામગીરી સામે સવાલ
જ્યારે વીડિયોમાં મહિલા કોર્પોરેટરના પતિ દેખાય છે અને એમના ફોટો પણ બહાર આવ્યા છે તો વીડિયોમાં તે છે તો તેમના નામ છે કે કેમ તે મામલે પીઆઇ આર.એમ.ચુડાસમા બચાવવાનો પ્રયાસ કરી રહ્યા હોય એમ એ તો તપાસમાં બહાર આવશે કે કોણ હતા. વીડિયોમાં રહેલા શખ્સોમાંથી એક શખ્સ મહિલા કોર્પોરેટર નિતુ પરમારના પતિ છે છતાં તેઓએ અજાણ્યા લોકો સામે ગુનો નોંધ્યો છે. જે રેલવે પોલીસની કામગીરી સામે સવાલ ઉભા કરે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here