વીડિયો : સોના-ચાંદીના વાયદામાં સામસામા રાહ: સોનું રૂ.૧,૩૮૨ ગબડ્યું: ચાંદીમાં રૂ.૨નો મામૂલી સુધારો

0
14

સપ્તાહ દરમિયાન સોના-ચાંદીના વાયદામાં સામસામા રાહ: સોનું રૂ.૧,૩૮૨ ગબડ્યું: ચાંદીમાં રૂ.૨નો મામૂલી સુધારો

 

ક્રૂડ તેલમાં તેજીનો માહોલ: કપાસ, કોટનમાં ઉછાળો: સીપીઓ, રબરમાં વૃદ્ધિ: મેન્થા તેલમાં નરમાઈ: બુલડેક્સ ફ્યુચર્સ ઈન્ડેક્સમાં ૪૬૭ અને મેટલડેક્સ ફ્યુચર્સ ઈન્ડેક્સમાં ૬૩૩ પોઈન્ટની સાપ્તાહિક મૂવમેન્ટ

મુંબઈ: કોમોડિટી ડેરિવેટિવ્ઝમાં દેશના અગ્રણી એક્સચેન્જ મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (એમસીએક્સ) પર ૧૨થી ૧૮ ફેબ્રુઆરીના સપ્તાહ દરમિયાન કીમતી ધાતુઓમાં સોના-ચાંદીના વાયદાના ભાવમાં સામસામા રાહ હતા. સોનાનો વાયદો ૧૦ ગ્રામદીઠ રૂ.૧,૩૮૨ ગબડ્યો હતો, જ્યારે ચાંદીનો વાયદો કિલોદીઠ મામૂલી રૂ.૨ જેટલો સુધર્યો હતો. તમામ બિનલોહ ધાતુઓ વધી આવી હતી. એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલ અને નેચરલ ગેસના વાયદાઓમાં તેજીનો માહોલ હતો. કૃષિ કોમોડિટીઝમાં કપાસ, રૂ (કોટન)માં ઉછાળો સામે મેન્થા તેલમાં નરમાઈ હતી. સીપીઓ અને રબરમાં વૃદ્ધિ વાયદાના ભાવમાં સપ્તાહ દરમિયાન થઈ હતી.
કીમતી ધાતુનો સૂચકાંક બુલડેક્સનો માર્ચ વાયદો ૧૫,૧૦૦ના સ્તરે ખૂલી, ઊંચામાં ૧૫,૧૯૯ અને નીચામાં ૧૪,૭૩૨ના મથાળે અથડાઈ સપ્તાહ દરમિયાન ૪૬૭ પોઈન્ટની મૂવમેન્ટ સાથે સપ્તાહના અંતે ૩૭૨ પોઈન્ટ ગબડીને ૧૪,૭૬૦ના સ્તરે બંધ થયો હતો, જ્યારે બિનલોહ ધાતુઓનો સૂચકાંક મેટલડેક્સનો માર્ચ વાયદો સપ્તાહના પ્રારંભે ૧૪,૧૬૦ના સ્તરે ખૂલી, સપ્તાહ દરમિયાન ૬૩૩ પોઈન્ટની મૂવમેન્ટ સાથે સપ્તાહના અંતે ૫૩૧ પોઈન્ટ વધીને ૧૪,૭૬૦ના સ્તરે બંધ થયો હતો.
કીમતી ધાતુઓમાં સોનાના વાયદાઓમાં એમસીએક્સ સોનું એપ્રિલ વાયદો સપ્તાહના પ્રારંભે ૧૦ ગ્રામદીઠ રૂ.૪૭,૪૧૧ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઊપરમાં રૂ.૪૭,૫૮૬ અને નીચામાં રૂ.૪૬,૦૧૧ના સ્તરને સ્પર્શી, સપ્તાહના અંતે રૂ.૧,૩૮૨ના કડાકા સાથે રૂ.૪૬,૧૨૬ના સ્તરે બંધ થયો હતો.
ગોલ્ડ-ગિનીનો ફેબ્રુઆરી વાયદો ૮ ગ્રામદીઠ રૂ.૩૭,૯૮૮ ખૂલી, સપ્તાહના અંતે રૂ.૯૪૬ના ભાવઘટાડા સાથે રૂ.૩૭,૦૬૯ થયો હતો, જ્યારે ગોલ્ડ-પેટલનો ફેબ્રુઆરી વાયદો ૧ ગ્રામદીઠ રૂ.૪,૭૨૦ ખૂલી, સપ્તાહના અંતે રૂ.૧૩૦ ઘટી બંધમાં રૂ.૪,૫૯૬ના ભાવ થયા હતા.
સોનાનો મિની માર્ચ વાયદો ૧૦ ગ્રામદીઠ રૂ.૪૭,૬૭૦ના સ્તરે ખૂલી, સપ્તાહના અંતે રૂ.૧,૩૩૧ ગબડી રૂ.૪૬,૦૪૬ બંધ થયો હતો.
ચાંદીના વાયદાઓમાં એમસીએક્સ ચાંદી માર્ચ વાયદો સપ્તાહના પ્રારંભે કિલોદીઠ રૂ.૬૮,૫૦૬ ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઊપરમાં રૂ.૭૦,૮૬૪ અને નીચામાં રૂ.૬૮,૨૦૦ના સ્તરને સ્પર્શી, સમીક્ષા હેઠળના સપ્તાહના અંતે રૂ.૨ના મામૂલી સુધારા સાથે રૂ.૬૮,૪૯૪ના સ્તરે બંધ થયો હતો.
ચાંદી-મિની ફેબ્રુઆરી વાયદો કિલોદીઠ રૂ.૬૮,૪૩૧ના ભાવે ખૂલી, સપ્તાહના અંતે રૂ.૪૩ના સુધારા સાથે રૂ.૬૮,૪૯૭ના સ્તરે બંધ થયો હતો, જ્યારે ચાંદી-માઈક્રો ફેબ્રુઆરી વાયદો કિલોદીઠ રૂ.૬૮,૪૦૦ ખૂલી, સપ્તાહના અંતે રૂ.૧૩ના સુધારા સાથે બંધમાં રૂ.૬૮,૪૫૪ના ભાવ થયા હતા.
એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ ઓઈલનો ફેબ્રુઆરી વાયદો સપ્તાહના પ્રારંભે બેરલદીઠ રૂ.૪,૨૩૧ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઊપરમાં રૂ.૪,૫૦૦ અને નીચામાં રૂ.૪,૧૮૩ બોલાઈ, સપ્તાહના અંતે રૂ.૧૬૯ના ઉછાળા સાથે બંધમાં રૂ.૪,૪૧૦ના ભાવ થયા હતા.
કૃષિ કોમોડિટીઝમાં કપાસનો એપ્રિલ-૨૧ વાયદો ૨૦ કિલોદીઠ રૂ.૧,૨૩૨ ખૂલી, સપ્તાહના અંતે રૂ.૨૦.૫૦ વધી રૂ.૧,૨૫૦.૫૦ના સ્તરે બંધ થયો હતો, જ્યારે રૂ (કોટન)નો ફેબ્રુઆરી વાયદો સપ્તાહના પ્રારંભે ગાંસડીદીઠ રૂ.૨૧,૫૪૦ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઊપરમાં રૂ.૨૧,૬૫૦ અને નીચામાં રૂ.૨૧,૪૦૦ના મથાળે અથડાઈ, સપ્તાહના અંતે રૂ.૧૪૦ના ઉછાળા સાથે રૂ.૨૧,૫૯૦ના સ્તરે બંધ થયો હતો.
ક્રૂડ પામતેલ (સીપીઓ)નો ફેબ્રુઆરી વાયદો ૧૦ કિલોદીઠ રૂ.૧,૦૦૯.૮૦ ખૂલી, સપ્તાહના અંતે રૂ.૧૫ વધી રૂ.૧,૦૨૭.૧૦ના ભાવે બંધ થયો હતો, જ્યારે રબરનો ફેબ્રુઆરી વાયદો ૧૦૦ કિલોદીઠ રૂ.૧૫,૭૦૨ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઊપરમાં રૂ.૧૬,૧૮૯ અને નીચામાં રૂ.૧૫,૪૩૨ બોલાઈ, સપ્તાહના અંતે રૂ.૩૮૫ના ભાવવધારા સાથે રૂ.૧૬,૧૦૬ના ભાવે બંધ થયો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here