અમદાવાદ : કોરોનાગ્રસ્ત MLA ખેડાવાલાનો વીડિયો મેસેજ, સારવારથી ડરશો નહી અને સાજા પણ થઈ જવાય છે

0
12

અમદાવાદ. કોરોના વાઇરસનો ભોગ બનેલા ખાડિયા-જમાલપુરના કોંગ્રેસના ધારાસભ્ય ઈમરાન ખેડાવાલાએ વીડિયો મેસેજ કરીને લોકોને ટેસ્ટ કરાવવા અને સારવાર કરાવવા અપીલ કરી છે. ખેડાવાલાની એસવીપી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે, ત્યારે તેમણે વીડિયો મેસેજ આપતા કહ્યું કે, સારવારથી ડરશો નહી.સારી સારવાર મળે છે અને સાજા પણ થઈ જવાય છે. તેઓએ કહ્યું કે, સારવાર લેશો તો સ્વસ્થ થશો અને પરિવાર સાથે રહી શકશો.

બીજો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો હતો

22 એપ્રિલે 9 દિવસની સારવાર બાદ પણ તેમનો કોરોનાનો બીજો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો હતો. હવે 25-26 એપ્રિલના રોજ તેમનો વધુ એક રિપોર્ટ કરવામાં આવશે. ત્યાર બાદ જ તેમની હાલત વિશે માહિતી આપવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, 14 એપ્રિલથી ખેડાવાલા એસવીપી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here