જનતાના સવાલો સાંભળી નેતાજીની બોલતી થઇ બંધ
ભાજપ ઉમેદવાર મતદારોના બન્યા રોષનો ભોગ બન્યા
ગ્રામજનોએ ઘેરતાં જે.વી.કાકડિયાએ સભા છોડી અધૂરી
અમરેલી જીલ્લાના ધારી વિધાનસભા બેઠકથી ભાજપના ઉમેદવાર જે.વી કાકડિયાની સભામાં જ જોરદાર હોબાળો થવા પામ્યો હતો. સ્થાનિકોએ મોંઘવારી અને રોડ-રસ્તા બાબતે ભાજપના નેતાને ઘેરીને આકરા સવાલો કર્યો હતો. જોકે જનતાના સવાલો સાંભળીને જે.વી કાકડિયા સભા અધૂરી છોડીને જ ત્યાંથી ભાગી જવું પડ્યું હતું.
વિડીયો સોશીયલ મીડિયામાં વાયરલ
ધારીના કાગદડી ગામે જે.વી કાકડિયા ચૂંટણી પ્રચાર માટે ગયા હતા. જ્યાં સ્થાનિકોએ ભાજપના નેતાનો ઉધડો લીધો હતો. જે.વી કાકડિયાએ સભા શરૂ કરતા જ યુવકોએ મોંઘવારી, ખાતર, રોડ-રસ્તાનો મુદ્દો ઉઠાવ્યો હતો. સભામાં યુવકો દ્વારા યુરિયા ખાતર મળતું નથી, રોડ રસ્તા બન્યા નથી, 6 હજાર બંધ કરી સબસિડી ચાલુ કરો, ઉજ્જવલા યોજનામાં બાટલા આપીને 1200 કર્યા આવા અનેક સવાલનો જવાબ આપવામાં ભાજપના નેતાને ગલ્લાંતલ્લાં થઈ ગયા હતા. જેને લઇ ભરી સભામાં ભાજપના નેતાનો ઉધડો લેતા જે.વી.કાકડીયા સહિત ભાજપના નેતાઓની બોલતી બંધ થઈ ગઈ હતી અને તેઓ સભા અધૂરી છોડીને જ ત્યાંથી ચાલતી પડકી હતી. ભાજપના નેતાઓને તતડાવી નાખતો આ વિડીયો સોશીયલ મીડિયામાં વાયરલ થવા પમાયો છે.