અમદાવાદ : જાહેરમાં દારૂ પીતા ASIનો વીડિયો વાયરલ, નિકોલ પોલીસે કરી ધરપકડ

0
0

નિકોલ વિસ્તારમાં જાહેરમાં દારૂ પીતા ASIનો વીડિયો વાયરલ થયા બાદ કાર્યવાહી કરવામાં આવી છે. નિકોલ પોલીસે ASIની અટકાયત કરી છે. શાળાની બહાર બેસીને ASI દારૂ પીતો હતો જેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. મળતી વિગત મુજબ, ખુલ્લેઆમ દારૂબંધીનો ભંગ કરનાર ASIનું નામ જીતેન્દ્ર પાટીલ છે. જે નરોડા પોલીસ મથકમાં ફરજ બજાવતા હોવાનું સામે આવ્યું છે.

ઘટનાની વિગત મુજબ, નિકોલ વિસ્તારમાં આવેલી એક શાળાની બહાર દારૂ પીનાર ASIનો વીડિયો વાઈરલ થયો છે. આ વ્યક્તિ નરોડા પોલીસ સ્ટેશનમાં જીતેન્દ્ર પાટીલ એએસઆઈ તરીકે ફરજ બજાવે છે. વીડિયોમાં ASI અને તેનો મિત્ર દારૂ પીતા જોવા મળી રહ્યા છે. તે સમયે ત્યારથી પસાર થતા બે વ્યક્તિઓએ તેમનો વીડિયો ઉતર્યો હતો અને જાહેરમાં દારૂ પીવા પર સવાલો કર્યા હતા. બીજીતરફ દારૂ પીધેલા ASIએ પણ નશામાં જેમતેજ જવાબ આપવા લાગ્યો હતો. આ વીડિયો હાલમાં સોશિયલ મીડિયામાં ખૂબ જ વાઈરલ થઈ રહ્યો છે.

નિકોલમાં દારૂ પીતા ASIનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયુવેગે વાયરલ થતાં જ પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી. હાલ નિકોલ પોલીસે આ ASIની ધરપકડ કરી લીધી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here