ઓસ્ટ્રેલિયાની સંસદની અંદર સાંસદો અને કર્મચારીઓના સેક્સ અને માસ્ટરબેટનો વીડિયો લીક, PMના રાજીનામાની માગ

0
2

ઓસ્ટ્રેલિયાની સંસદની અંદર સાંસદો અને કર્મચારીઓના સેક્સ અને માસ્ટરબેટનો વીડિયો લીક થતાં હોબાળો શરૂ થઈ ગયો છે. સમગ્ર દેશમાં વડાપ્રધાન સ્કોટ મોકિસનની સરકાર સામે વિરોધપ્રદર્શન કરવામાં આવી રહ્યાં છે. આ પહેલાં પણ સંસદની અંદર એક મહિલા કર્મચારી સાથે બળાત્કારની ઘટના ઘણી વિવાદમાં બની હતી. આ દરમિયાન નવા કાંડનો ઘટસ્ફોટ થયા પછી સરકારે તાત્કાલિક તેમના એક કર્મચારીને સસ્પેન્ડ કરી દીધો છે.

આ રીતે લીક થયો સેક્સ-વીડિયો

ઓસ્ટ્રેલિયાની સંસદની અંદર શૂટ કરવામાં આવેલા આ સેક્સ-વીડિયોને એક ગ્રુપ ચેટમાં શેર કરવામાં આવ્યો હતો, જેને એક વ્યક્તિ દ્વારા લીક કરવામાં આવ્યો હતો. આ વીડિયોનો મીડિયામાં ઘટસ્ફોટ થયા પછી હોબાળો શરૂ થઈ ગયો છે. વાઈરલ વીડિયોમાં એક વ્યક્તિ એક મહિલા સાંસદના ડેસ્ક પાસે માસ્ટરબેટ કરી રહ્યો છે.

સંસદના પ્રેયર રૂમનો સેક્સ માટે થતો હતો ઉપયોગ

વીડિયો લીક કરનારની ઓળખ ટોમ તરીકે કરવામાં આવી છે. તેણે જણાવ્યું હતું કે સરકારી કર્મચારી અને સાંસદ ઘણી વખત સંસદના પ્રેયર રૂમનો ઉપયોગ સેક્સ માટે કરતા હતા. તેણે આરોપ લગાવ્યો છે કે સેક્સવર્કરોને સંસદની ઈમારતની અંદર લાવવામાં આવતી હતી, જેથી ગઠબંધન સરકારના સાંસદને ખુશ કરી શકાય. ટોમે જણાવ્યું હતું કે કર્મચારીઓ વચ્ચે ઘણી વખત અશ્લીલ તસવીરો શેર કરવામાં આવતી હતી. જોકે અશ્લીલ તસવીરો અને વીડિયો એટલી હદે શેર કરવામાં આવતાં હતાં કે તેમને તેની આદત થઈ ગઈ હતી.

આખા દેશમાં વધ્યાં વિરોધપ્રદર્શન

સમગ્ર દેશમાં આરોપીઓ સામે વિરોધ-પ્રદર્શનો શરૂ થઈ ગયા છે. આ પ્રદર્શનમાં ઓસ્ટ્રેલિયાની મહિલા સાંસદો પણ સામેલ છે. મહિલા મુદ્દાના મંત્રી મરિસ પાયનએ કહ્યું છે કે સરકારે આ સમગ્ર ઘટનાની તપાસ કરવી જોઈએ. સામાન્ય જનતાની નારાજગીથી બચવા માટે સરકારે હાલ ઉચ્ચ સ્તરીય તપાસનો આદેશ જાહેર કરી દીધો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here