VIDEO: ડેમના ધસમસતા પ્રવાહ વચ્ચે ફસાયો યુવાન, IAFએ દિલઘડક રેસ્ક્યુ ઓપરેશન કરી બચાવ્યો જીવ

0
5

દેશના વિવિધ રાજ્યોમાં ભારે વરસાદને કારણે પૂરની પરિસ્થિતિ સર્જાઈ છે. ત્યારે આ વચ્ચે છત્તીસગઢમાંથી એક દિલધડક રેસ્ક્યુ ઓપરેશન પાર પાડવામાં આવ્યું છે. જેમાં છત્તીસગઢના બિલાસપુર નજીક ખુટઘાટ ડેમ ખાતે ભારતીય વાયુસેના (IAF ) ના હેલિકોપ્ટર દ્વારા આજે એક વ્યક્તિને બચાવવામાં આવ્યો હતો. ડેમમાં પાણીના ધસમસતા પ્રવાહને કારણે આઈએએફને બચાવ કામગીરી હાથ ધરવા વિનંતી કરવામાં આવી હતી.

છત્તીસગઢમાંથી એક દિલધડક રેસ્ક્યુ ઓપરેશન પાર પાડવામાં આવ્યું

ભારતીય વાયુસેના (IAF ) ના હેલિકોપ્ટર દ્વારા આજે એક વ્યક્તિને બચાવવામાં આવ્યો

ઘટના દરમ્યાન ડેમની આજુબાજુ હજારોની સંખ્યામાં લોકોની ભીડ઼ એકત્રીત થઈ

આ ઘટનાનો એક વીડિયો પણ સામે આવ્યો છે, જેમાં આ માણસ ડેમના ધસમસતા પ્રવાહની વચ્ચે ફસાયો છે.અને જીવ બચાવાવા માટે પ્રાથના કરી રહ્યો છે. આ ઘટના દરમ્યાન ડેમની આજુબાજુ હજારોની સંખ્યામાં લોકોની ભીડ઼ એકત્રીત થઈ છે. જ્યારે એરફોર્સનું હેલિકોપ્ટર ડેમની ઉપર ઉડી રહ્યું છે. જ્યારે દોરડું ફેંકી યુવકને બચાવી લેવામાં આવ્યો ત્યારે લોકો ખુશ થઈને તાળીઓ પાડવા લાગ્યા. જો કે યુવાન તણાઈને ત્યાં કઈ રીતે પહોંચ્યો તેની જાણકારી હજુ સુધી પ્રાપ્ત થઈ નથી.

યુવાન તણાઈને ત્યાં કઈ રીતે પહોંચ્યો તેની જાણકારી હજુ સુધી પ્રાપ્ત થઈ નથી

બિલાસપુરના આઈજી દીપાંશુ કાબરાએ જણાવ્યું કે પાણીમાં તણાયેલા યુવાનને બચાવવા માટેના તમામ પ્રયાસે નિષ્ફળ ગયા ત્યારે ભારતીય વાયુસેનાને આ કાર્ય માટે અનુરોધ કરવામાં આવ્યો હતો.નોંધપાત્ર વાત એ છે કે, પૂર, ભૂકંપ અથવા કોઈપણ કુદરતી આફતની વચ્ચે લોકોને બચાવવા માટે ભારતીય વાયુ સેના હંમેશાં તૈનાત રહે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here