વિધાનસભા ચૂંટણીઃ દિલ્હીના મતદાતાને કુમાર વિશ્વાસે કહ્યું- કલંક ધોવાનો સમય

0
16

નવી દિલ્હીઃ દિલ્હીમાં મતદાન વચ્ચે કવિ અને પૂર્વ આમ આદમી પાર્ટીના નેતા કુમાર વિશ્વાસે આમ આદમી પાર્ટી પર ટકાક્ષ કર્યો છે. તેમણે લોકોને સીધી રીતે તો નહીં પરંતુ કેજરીવાલ સરકાર વિરુદ્ધ મતદાન કરવાની અપીલ કરી છે. તેમણે કહ્યું કે, આ કલંક ધોવાનો સમય છે. મહત્વનું છે કે ચૂંટણી પહેલા કુમાર વિશ્વાસ ભાજપમાં સામેલ થશે તેવા પણ સમાચાર આવ્યા હતા, પરંતુ પછી તેમણે તેનું ખંડન કર્યું હતું.

હવે કુમાર વિશ્વાસે લખ્યું, ‘પિછલે 5 સાલ કે કલંક ધોને કા સમય હે દિલ્લીવાલો. વોટ ની ચોટ સે સમાજ, દેશ, આશાઓં, સેના, મિત્રતા વ ભરોસે કી હત્ય કરને વાલે રાજનીતિક એડ્સ આત્મમુગ્ધ બૌનોં કે નિકૃષ્ટ મંસૂબે ધ્વસ્ત કરને કા સમય હૈ નિકલો ઘરોં સે, બતાઓ કિ બના સકતે હો તો અહંકારી શિશુપાલોં કો મિટા ભી સકતે હો.’

દિલ્હીમાં હાલ મતદાન ચાલી રહ્યું છે. મતદાન દરમિયાન દિલ્હીની નજર તે વાત પર રહેશે કે 1977ના 71.3 ટકા મતદાનનો રેકોર્ડ તૂટશે કે નહીં. 2015ની ચૂંટણીમાં 67.2 ટકા મતદાન થયું હતું. આપને પાછલી ચૂંટણીમાં 70માંથી 67 સીટો મળી હતી અને ભાજપના ખાતામાં માત્ર 3 સીટ આવી હતી. આપ ફરી સત્તામાં આવવા માટે પ્રયાસ કરી રહ્યું છે તો ભારતીય જનતા પાર્ટી 21 વર્ષ બાદ ફરી દિલ્હીની સત્તા મેળવવા માટે મેદાને છે. પાછલી ચૂંટણીમાં શૂન્ય સીટ જીતનાર કોંગ્રેસને પણ સારા પરિણામની આશા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here