વિધાનસભાની પેટા ચૂંટણીની પ્રચારસભા ચોક્કસ મેદાનો અને કોવિડ ગાઈડલાઈનના માર્કિંગ સાથે થઈ શકશે, સભાની સંખ્યા પણ નિશ્ચિય કરાશે

0
7

ગુજરાતમાં વિધાનસભાની 8 બેઠકોની પેટા ચૂંટણીમાં પણ વર્ચુઅલની સાથે ફિઝિકલ પ્રચારની પણ છૂટ આપવામાં આવી શકે છે પરંતુ ચૂંટણી પંચ ખાસ મેદાનો નિશ્ચિત કરીને સભા-રેલીઓ માટે માર્કિંગ કરશે ત્યાં સિવાય ક્યાંય રેલી યોજી શકાશે નહીં.

હવે રેલીઓ અને સભાના સ્થળે પણ માર્કિંગ કરવામાં આવશે
ચૂંટણી પંચ દ્વારા નક્કી કરવામાં આવેલા આ દરેક મેદાન કે ખુલ્લા સ્થળોમાં ચૂંટણી પંચ દ્વારા ખાસ માર્કિંગ કરાશે અને તે રીતે મંચ અને રેલી કે સભામાં આવનારા લોકોની બેઠક વ્યવસ્થા હશે. જે રીતે હાલ બેન્કો સહિતના સ્થળોએ લાઈનો માટે ગોળ ચક્કર કરવામાં આવ્યા છે તે જ રીતે હવે રેલીઓ અને સભાના સ્થળે પણ માર્કિંગ કરવામાં આવશે અને તે માર્કિંગના આધારે બેઠક વ્યવસ્થા થઇ શકશે અને તેમાં મર્યાદિત હાજરીની છૂટ અપાશે.

રેલીઓ અને સભાઓ માટે જિલ્લા કક્ષાએ મેદાનો તથા સ્થળો નિશ્ચિત કરાશે
ગુજરાતમાં આગામી સમયમાં વિધાનસભાની પેટાચૂંટણીઓ યોજાઈ રહી છે તે સમયે ફક્ત વર્ચ્યુઅલ પ્રચાર નહીં પરંતુ સભા અને રેલીઓને મર્યાદિત રીતે મંજૂરી આપવામાં આવશે. બિહારમાં હાલ વિધાનસભાની ચૂંટણી યોજાઈ રહી છે તેમાં જે રીતે પંચે તૈયારી કરી છે તે જોતાં અન્ય રાજ્યોની પેટાચૂંટણીમાં પણ આ જ નિયમો લાગુ થશે.
ચૂંટણી પંચની માર્ગરેખા મુજબ ફક્ત વર્ચ્યુઅલ પ્રચાર જ નહીં મર્યાદિત રીતે ફીઝકલ પ્રચારની છૂટ અપાશે. ખાસ કરીને રેલીઓ અને સભાઓ માટે જિલ્લા કક્ષાએ મેદાનો તથા સ્થળો નિશ્ચિત કરાશે અને ત્યાં સિવાય કોઇપણ સ્થળે રેલી કે સભા થઇ શકશે નહીં.

માર્કિંગના આધારે બેઠક વ્યવસ્થા થઇ શકશે
આ દરેક મેદાન કે ખુલ્લા સ્થળોમાં ચૂંટણી પંચ દ્વારા ખાસ માર્કિંગ કરાશે અને તે રીતે મંચ અને રેલી કે સભામાં આવનારા લોકોની બેઠક વ્યવસ્થા હશે. જે રીતે હાલ બેન્કો સહિતના સ્થળોએ લાઈનો માટે ગોળ ચક્કર કરવામાં આવ્યા છે તે જ રીતે હવે રેલીઓ અને સભાના સ્થળે પણ માર્કિંગ કરવામાં આવશે અને તે માર્કિંગના આધારે બેઠક વ્યવસ્થા થઇ શકશે અને તેમાં મર્યાદિત હાજરીની છૂટ અપાશે.

80 વર્ષથી કે તેથી ઉપરના મતદારો માટે પોસ્ટલ બેલેટની વ્યવસ્થા
ગુજરાતમાં તા. 15 પછી જે નવી માર્ગરેખા બહાર પાડવાની છે. તેમાં આ મુદાઓનો સમાવેશ કરી લેવાશે. મુખ્ય ચૂંટણી કમિશનરે કહ્યું કે 80 વર્ષથી કે તેથી ઉપરના મતદારો માટે પોસ્ટલ બેલેટની વ્યવસ્થા કરવામાં આવી છે. જે તેના ઘરેથી બીએલઓ લઇને ચૂંટણી અધિકારી સુધી પહોંચાડશે અને આ રીતે 80 વર્ષથી ઉપરના લોકોને મતદાન મથકે આવવું ન પડે તે નિશ્ર્ચિત કરાશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here