ન્યૂ ફિલ્મ : વિદ્યા બાલને નવી ફિલ્મ ‘શેરની’ની સોશિયલ મીડિયામાં જાહેરાત કરી

0
29

મુંબઈઃ વિદ્યા બાલને પોતાની નવી ફિલ્મની જાહેરાત હાલમાં જ કરી હતી. વિદ્યા બાલનની નવી ફિલ્મનું નામ ‘શેરની’ છે અને આ ફિલ્મને અમિત મસૂરકર ડિરેક્ટ કરશે અને ભૂષણ કુમાર પ્રોડ્યૂસ કરવાના છે. ઉલ્લેખનીય છે કે અમિત મસૂરકરે આ પહેલાં રાજકુમાર રાવની ફિલ્મ ‘ન્યૂટન’ ડિરેક્ટ કરી હતી.

સોશિયલ મીડિયામાં જાહેરાત કરી
41 વર્ષીય એક્ટ્રેસ વિદ્યા બાલને ઈન્સ્ટાગ્રામ પર પોતાની નવી ફિલ્મની જાહેરાત કરી હતી. ફિલ્મનું શૂટિંગ હજી સુધી શરૂ થયું નથી.

વિદ્યા બાલન ‘શકુંતલા દેવીઃ હ્યુમન કમ્પ્યુટર’માં જોવા મળશે. આ ફિલ્મમાં વિદ્યા બાલન ઉપરાંત સાન્યા મલ્હોત્રા તથા જીસુ સેનગુપ્તા છે. શકુંતલા દેવી ઈન્ડિયન ઓથર તથા મેન્ટલ કેલક્યુલેટર હતાં. તેઓ મનમાં જ બધી ગણતરી કરી શકવાની ક્ષમતા ધરાવતા હતાં અને તેને કારણે તેઓ હ્યુમન કમ્પ્યુટર તરીકે લોકપ્રિય હતાં. ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સમાં પણ તેમનું નામ નોંધાયું હતું. ફિલ્મ ડિરેક્ટર અનુ મેનને કહ્યું હતું કે તે હંમેશાથી શકુંતલા દેવીથી પ્રભાવિત રહી છે. તે માને છે કે શકુંતલા દેવી એકસ્ટ્રા ઓર્ડિનરી મહિલા હતાં અને તેઓ સમય કરતાં આગળ તથા પોતાના નિયમો પર ચાલનારા હતાં. વિદ્યા બાલને કહ્યું હતું કે તે આ બાયોપિકને લઈ ઘણી જ ઉત્સાહી છે. તેને શકુંતલા દેવીની આકર્ષક પર્સનાલિટી તથા જીવન ઘણું જ પસંદ આવ્યું છે.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here