વિદ્યા બાલને ખુલીને વાત કરી : અભિનેત્રીએ કહ્યું – મેં પુરુષો, મહિલાઓ અને મારી જાત સાથે પણ સેક્સિઝ્મનો સામનો કર્યો

0
0

એક્ટ્રેસ વિદ્યા બાલને તાજેતરમાં પુરુષો, મહિલાઓ અને પોતાની જાત સાથે સેક્સિઝ્મનો સામનો કરવાને લઈને ખુલીને વાત કરી છે. તેના અનુસાર, ઘણી વાર તેણે એક સ્ત્રી હોવાને કારણે પોતાની જાતને ઓછી આંકી છે. વિદ્યાએ એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું કે, સેક્સિઝ્મ માત્ર એ વિશે નથી કે પુરુષો મહિલાઓની સાથે કેવું વર્તન કરે છે. તે મહિલાઓની એ માનસિકતા વિશે પણ છે, જે તેમની ડીપ રૂટેડ કન્ડિશનિંગના પરિણામસ્વરૂપે થઈ જાય છે.

જેન્ડરના કારણે હવે પોતાની જાતને પાછળ નથી રાખતી
વિદ્યા બાલને જણાવ્યું, મેં પુરુષો, મહિલાઓ અને મારી જાત સાથે સેક્સિઝ્મનો સામનો કર્યો છે. હું એ પણ સ્વીકારું છું કે, મહિલા હોવાને કારણે મેં ઘણીવાર મારી જાતને ઓછી આંકી છે. જો કે, સમયની સાથે મને સમજાયું કે તેનાથી બહાર નીકળવાનો પણ એક રસ્તો છે. હવે હું મારા જેન્ડરના કારણે ખુદને પાછળ નથી રાખતી.

‘શેરની’ વિશે વિદ્યાએ શું કહ્યું?
એક્ટ્રેસે તાજેતરમાં રિલીઝ થયેલી ફિલ્મ ‘શેરની’ માટે ફેન્સ તરફથી મળી રહેલી પ્રશંસા વિશે વાત કરી. વિદ્યાએ કહ્યું, હું લોકોને જોવા માટે ફિલ્મો બનાવું છું. જેટલા વધુને વધુ લોકો મારી ફિલ્મને જુએ છે, એટલી જ વધારે ખુશી મને મળે છે. જો કે, તેણે કહ્યું, તે સત્યાપન વિશે નથી. તે એ કહાનીઓને પસંદ કરે છે, જે તે લોકો સુધી પહોંચાડવા માગે છે અને એ તેના પર આધારિત છે કે દર્શકોને શું પસંદ આવશે. વિદ્યા બાલન બોલિવૂડની સૌથી તિભાશાળી અભિનેત્રીઓમાંની એક છે. તે ‘ધ ડર્ટી પિક્ચર’, ‘કહાની’, ‘શકુંતલા દેવી’, ‘મિશન મંગલ’, ‘તુમ્હારી સુલુ’, ‘બેગમ જાન’ જેવી ઘણી અન્ય ફિલ્મોમાં કામ કરી ચૂકી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here