પ્રીમિયર : વિદ્યા બાલન સ્ટારર ‘શકુંતલા દેવી’ બાયોપિક હવે ઓનલાઇન સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ એમેઝોન પ્રાઈમ પર રિલીઝ થશે

0
6

લોકડાઉનને કારણે શૂટિંગ, થિયેટર્સ સહિત બધું બંધ છે. આ કારણે ફિલ્મ્સની રિલીઝ અટકી પડી છે. આ સમયમાં મેકર્સ થિયેટર રિલીઝને બદલે ઓટિટિ (ઓવર ધ ટોપ) પ્લેટફોર્મ પર ફિલ્મ રિલીઝ કરવા માટે તૈયાર થઇ રહ્યા છે. અમિતાભ બચ્ચન અને આયુષ્માન ખુરાના સ્ટારર ‘ગુલાબો સિતાબો’ ફિલ્મ બાદ હવે અન્ય એક ફિલ્મ ઓનલાઇન રિલીઝ થવાની છે. વિદ્યા બાલન સ્ટારર ‘શકુંતલા દેવી હ્યુમન કમ્પ્યુટર’ ફિલ્મ એમેઝોન પ્રાઈમ વીડિયો પર રિલીઝ થશે. આ બાયોપિકનું વર્લ્ડ ટેલિવિઝન પ્રીમિયર ક્યારે થશે તેની હજુ જાહેરાત થઇ નથી.

https://www.instagram.com/p/CAMRounnhE2/?utm_source=ig_embed

વિદ્યા બાલને સોશિયલ મીડિયા પર આ વાત શેર કરતાં લખ્યું કે, તમને જણાવીને આનંદ થાય છે કે તમે શકુંતલા દેવીને ટૂંક સમયમાં પ્રાઈમ વીડિયો પર જોઈ શકશો. આવા અણધાર્યા સમયમાં પણ તમને મનોરંજન આપી શકશું તે બદલ હું ઉત્સાહિત છું. અગાઉ આ ફિલ્મની રિલીઝ ડેટ 8 મે હતી પરંતુ લોકડાઉનને કારણે આ શક્ય ન બન્યું.

આ બાયોપિકમાં વિદ્યા બાલન શંકુતલા દેવીના રોલમાં છે. જ્યારે સાન્યા મલ્હોત્રા શકુંતલા દેવીની દીકરી અનુપમા બેનર્જીના રોલમાં છે. આ ફિલ્મમાં અમિત સાધ શકુંતલા દેવીના જમાઈ અજયના રોલમાં છે. આ બાયોપિકને અનુ મેનન ડિરેક્ટ કરી રહી છે જેણે એમેઝોન પ્રાઈમ પરની ‘ફોર મોર શોટ્સ પ્લીઝ’ વેબ સિરીઝ ડિરેક્ટ કરી હતી.

કોણ છે શકુંતલા દેવી?

શકુંતલા દેવી રાઇટર અને મેન્ટલ કેલ્ક્યુલેટર હતાં. 1982ના ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડસ એડિશનમાં તેમણે પોતાની ઝડપી ગણતરીની આવડતથી નામ રોશન કર્યું હતું. આ ઉપરાંત તેઓ એસ્ટ્રોલોજર અને નોવેલિસ્ટ પણ હતાં. તેમની પહેલી બુક ‘ધ વર્લ્ડ ઓફ હોમોસેક્સ્યુઅલ’ને ભારતમાં હોમોસેક્સ્યુઆલિટીની પહેલી સ્ટડી તરીકે ગણવામાં આવે છે.

શું કામ હ્યુમન કમ્પ્યુટર કહેવામાં આવે છે?

અમેરિકાના ટેક્સાસમાં આવેલી સધર્ન મેથોડિસ્ટ યુનિવર્સિટીમાં તેમણે 201 આંકડાની સંખ્યાનું 23મું મૂળ માત્ર 50 સેકન્ડમાં જ આપી દીધું હતું. તેમના આ જવાબની ચકાસણી કરવા માટે સ્પેશિયલ કમ્પ્યુટર રાખવામાં આવ્યું હતું, જેમાં મોટા આંકડાની ગણતરી કરી શકે તેવો પ્રોગ્રામ ફિટ કરવામાં આવ્યો હતો. લંડનની ઇમ્પિરિયલ કોલેજના કમ્પ્યુટર ડિપાર્ટમેન્ટ દ્વારા રેન્ડમલી અપાયેલા 13 આંકડાની રકમનો 13 આંકડાની બીજી રકમ સાથે ચપટી વગાડતાંમાં ગુણાકાર કરીને શકુંતલા દેવીએ રેકોર્ડ બનાવ્યો હતો. તેમણે કમ્પ્યુટર કરતાં પણ વધુ ઝડપથી માત્ર 28 સેકન્ડમાં જ ગુણાકારનો સાચો જવાબ આપ્યો હતો. લોકો તેમને હ્યુમન કમ્પ્યુટર તરીકે ઓળખવા લાગ્યા.

એમેઝોન પર રિલીઝ થનારી ફિલ્મ્સ 

પોનમકલ વંધાલ (તમિળ) – 29 મે
ગુલાબો સિતાબો (હિન્દી) – 12 જૂન
પેન્ગવિન (તમિળ અને તેલુગુ) – 19 જૂન
લો (કન્નડ) – 26 જૂન
ફ્રેન્ચ બિરિયાની (કન્નડ) – 24 જુલાઈ
શકુંતલા દેવી (હિન્દી)
સુફિયમ સુજાતાયમ (મલયાલમ)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here