વિદ્યા બાલનની શોર્ટ ફિલ્મ ઓસ્કરની રેસમાં સામેલ

0
6

વિદ્યા બાલન સ્ટારર શોર્ટ ફિલ્મ ‘નટખટ’ એકેડમી અવોર્ડ્સ (ઓસ્કર) – 2021ની રેસમાં સામેલ થઇ ગઈ છે. ફિલ્મની પ્રોડક્શન કંપની રોની સ્ક્રૂવાલા વીડિયો પ્રોડક્શન (RSVP)એ ઓફિશિયલ સોશિયલ મીડિયા હેન્ડલ પર આ વિશે લખ્યું છે, ‘અમે નટખટ ધરતીના દરેક ખૂણે પહોંચે અને આ મેસેજ દેવા માટે બનાવી છે કે ફેરફાર આપણા ઘરેથી જ શરૂ થાય છે. ઓસ્કર -2021ની શોર્ટ ફિલ્મ કેટેગરીની રેસમાં આ સામેલ થઇ તેના માટે ઉત્સુક છીએ.’

વિદ્યા બાલને ખુશી વ્યક્ત કરી

વિદ્યા બાલને ફિલ્મ ઓસ્કર રેસમાં સામેલ થઇ તેના પર ખુશી જતાવી. તેણે કહ્યું, ‘એક વર્ષ જે અશાંત રહ્યું છે, તેમાં અમારી ફિલ્મને ઓસ્કર માટે ક્વોલિફાય કરવું ઘણું સારું લાગી રહ્યું છે. આ ફિલ્મ મારા માટે અવિશ્વસનીય રીતે નજીક છે, કારણકે તેને મને એક્ટ્રેસ અને ફિલ્મમેકરની ડબલ ભૂમિકા પ્લે કરવાનો અવસર આપ્યો છે.’

ફિલ્મના ડિરેક્ટર શાન વ્યાસે કહ્યું કે તે ઓસ્કર રેસમાં ફિલ્મ સામેલ થતા ઘણા ખુશ છે. તેમના જણાવ્યા મુજબ, જો આ ફિલ્મ શોર્ટલિસ્ટ થઇ જાય છે તો આપણા સિનેમા પ્રત્યે લોકોની રૂચિ વધી જશે.

શું છે ફિલ્મની સ્ટોરી

ફિલ્મની સ્ટોરી એક માતા (વિદ્યા બાલન)ની આસપાસ ફરે છે, જે જુએ છે કે તેનો સ્કૂલ જતો દીકરો સોનુ (સાનિક પટેલ) પરિવારના બીજા પુરુષોની જેમ મહિલાઓને દુરાચાર અને અપમાનની ભાવનાથી જુએ છે. 33 મિનિટની આ ફિલ્મથી વિદ્યા બાલને પ્રોડ્યુસર તરીકે ડેબ્યુ કર્યું છે. તેણે આ ફિલ્મમાં પિતૃસત્તાત્મક પરિવારની ગૃહિણીનો રોલ નિભાવ્યો છે. ફિલ્મમાં માતા-દીકરાના સુંદર સંબંધને બતાવવામાં આવ્યો છે, જે પ્રત્યેક ઝટકા સાથે વિખરાઈ જાય છે અને એક સુખદ સ્પર્શ સાથે સેટલ થઇ જાય છે.

નેશનલ- ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં દેખાડવામાં આવી

2020માં દુનિયાભરના ઘણા પ્રતિષ્ઠિત ઇન્ટરનેશનલ વર્ચ્યુઅલ ફિલ્મ ફેસ્ટિવલમાં આ ફિલ્મનું સ્ક્રીનિંગ થયું. ફિલ્મનું વર્લ્ડવાઈડ પ્રીમિયર ટ્રિબેકાના વી આર વન: અ ગ્લોબલ ફિલ્મ ફેસ્ટિવલ (2 જૂન 2020)માં થયું હતું. ત્યારબાદ ઇન્ડિયન ફિલ્મ ફેસ્ટિવલ સ્ટટગાર્ટ (15-20 જુલાઈ, 2020)માં ફિલ્મનું સ્ક્રીનિંગ થયું હતું.

ફિલ્મને જર્મન સ્ટાર ઓફ ઇન્ડિયા અવોર્ડ મળ્યો છે. આ લંડન ઇન્ડિયન ફિલ્મ ફેસ્ટિવલ (17-20 સપ્ટેમ્બર, 2020), સાઉથ એશિયન ફિલ્મ ફેસ્ટિવલ ઓર્લેન્ડો/ ફ્લોરિડા ફિલ્મ ફેસ્ટિવલ (10-11 ઓક્ટોબર, 2020) માટે પણ આમંત્રિત હતી. મેલબોર્નમાં ઇન્ડિયન ફિલ્મ ફેસ્ટિવલ (16- 23 ઓક્ટોબર, 2020)માં પણ આ ફિલ્મ દેખાડવામાં આવી હતી. ફિલ્મ બેસ્ટ ઓફ ઇન્ડિયા શોર્ટ ફિલ્મ ફેસ્ટિવલ (7 નવેમ્બર, 2020) વિજેતા જાહેર થઇ હતી.

IKFF (ઇન્ટરનેશનલ કિડ્સ ફિલ્મ ફેસ્ટિવલ) ભારતનો સૌથી મોટો ચિલ્ડ્રન ફિલ્મ ફેસ્ટિવલ છે, જેનો ઉદ્દેશ દુનિયાના બાળકોને પ્રેરણાદાયક, સાર્થક અને વિશ્વ સ્તરના વિવિધ સિનેમા આપવાનો છે. ભારત, ઇટલી, ફ્રાન્સ, દક્ષિણ કોરિયા, તાઇવાન, કિર્ગીસ્તાન અને અમેરિકાની સ્કૂલોમાંથી પસંદ થયેલા 45 સભ્યોની ચાઈલ્ડ જ્યુરીએ ‘નટખટ’ને બેસ્ટ લાઈવ એક્શન શોર્ટ (13+ વર્ષ) માટે અવોર્ડ આપ્યો હતો.